બનાસકાંઠા/ વિધર્મી યુવકે ધર્મપરિવર્તન કરાવતા પરિવારનો આપઘાતનો પ્રયાસ

તમારી દીકરીને મેં બધી રીતે મારા વશમાં કરી નાખેલ છે તમારાથી હવે કશું થાય નહીં અને તે મારી પાસે જ આવશે અને તમારી દીકરીના ફોટા તથા વીડિયો બધું જ મારી પાસે છે એટલે તેને મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી

Top Stories Gujarat Others
a1 1 વિધર્મી યુવકે ધર્મપરિવર્તન કરાવતા પરિવારનો આપઘાતનો પ્રયાસ
  • ધર્મપરિવર્તન કરાવતા આપઘાતનો પ્રયાસ
  • બનાસકાંઠાના ડીસાના રાજપુર ગવાડીનો બનાવ
  • વિધર્મી યુવકે કરાવ્યું ધર્મપરિવર્તન
  • વિધર્મી યુવકે વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી
  • યુવતી સહિત માતા, ભાઈનું ધર્મપરિવર્તન કરાવ્યું
  • પાલનપુર પોલીસ મથકે 5 લોકો સામે ફરિયાદ

બનાસકાંઠા જીલ્લામાં ધર્મપરિવર્તનની ઘટના  સામે આવી છે. જ્યાં એક વિધર્મી યુવકે વિધાર્થીનીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી યુવતી સહિત તેના માતપિતા અને ભાઇનું ધર્મપરિવર્તન કરાવ્યુ હતું. પરંતુ બાદમાં પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે અંગે પાલનપુર પોલીસ મથકમાં ફરિયાદ  કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠાના ડીસા ખાતે આવેલા માલગાધની યુવતી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે વિધર્મી યુવક એઝાઝ શેખના પરિચયમાં આવી હતી. અને બંને વચ્ચે પ્રેમ પંગર્યો હતો. અને યુવતીને ફસાવી એઝાઝ તેણીના ઘરે આવ-જ કરતો હતો. દરમિયાન યુવતી એઝાઝના રંગે એવી રંગાઈ હતી કે તેણીએ યુવક સાથે જવા માટે જીદ કરી  હતી. અને તેણીના પિતાએ એઝાઝને પોતાના ઘરે આવવાની મનાઈ ફરમાવી હતી. આથી ઉશ્કેરાયેલા એઝાઝે યુવતીના પિતાને તકરાર કરી જણાવ્યુ હતું કે, તમારી દીકરીને મેં બધી રીતે મારા વશમાં કરી નાખેલ છે તમારાથી હવે કશું થાય નહીં અને તે મારી પાસે જ આવશે અને તમારી દીકરીના ફોટા તથા વીડિયો બધું જ મારી પાસે છે એટલે તેને મારી પાસે આવવા સિવાય બીજો કોઈ રસ્તો નથી તેમ કહી દાદાગીરી કરી હતી.

જો કે વધુમાં યુવતીના પિતાની ગેરહાજરીમાં એઝાઝ તેમના ઘરે આવી યુવતીની માતા અને ભાઇનું પણ બ્રેન વોશ કર્યું હતું, અને તેમણે પોતાની સાથે અલગ રેહવા માટે લઈ ગયો હતો. યુવતીના પિતા પોતાની પત્ની અને દીકરાને પરત લેવા ગયા ત્યારે તેમને જણાવ્યું હતું કે તમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે. અને પરિવારના સભ્યોને પરત  લઈ જવા પેટે   રૂ. 25 લાખની માંગણી કરી હતી.

એઝાઝ અને તેના લગતા વળગતાઓ એ રૂ.25 લાખની માંગણી કરતા યુવતીના પિતાએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અને આ અંગે પરિવારે પાલનપુર પૂર્વ પોલીસ મથકે એજાજ મુસ્તુફાભાઈ શેખ, મુસ્તુફા પાપાભાઇ શેખ, આલમ પાપાભાઇ શેખ, સત્તાર અબ્દુલભાઈ હાજી અને સોહીલ સત્તારભાઈ શેખ સામે ગુનો નોંધાવ્યો હતો.

ડીસાના માલગઢ ગામની દીકરીને ડીસાના ગવાડી ગામના શખ્સએ માતા તેમજ ભાઈનું બ્રેઇન વોશ કરી દેતા માતા તેમજ ભાઈ પોતાના ઘરે દેવી દેવતાઓના દીવા બંધ કરી ઘરમાં જ નમાજ પઢવાનું શરૂ કરી દીધું હતું.જ્યારે પરિવારે તેમને નમાજ પઢવાનું ના કહેતા તેમને ધર્મ અંગીકાર કરવાની વાત કરી હતી.

World/ અફઘાનિસ્તાનમાં ડ્રોન હુમલા માટે અમેરિકાન મદદ કરી રહ્યું છે પાકિસ્તાન, તાલિબાને આપી ધમકી

National/ આ પહાડી રાજ્યમાં દર વર્ષે ચોમાસું લાવે છે મોતનું ભયાનક તાંડવ: 5 વર્ષમાં 1,550 લોકોના મોત,

વડોદરા / સમાજ સુરક્ષા સંકુલમાંથી 12 વર્ષીય બાળક લાપતા, શોધખોળ બાદ પણ કોઈ પત્તો ન મળ્યો