Ahmedabad-GST/ અમદાવાદના વેપારીઓમાં બોલ્યો દેકારોઃ GSTની આવી તવાઈ

અમદાવાદમાં જીએસટી વિભાગે તવાઈ બોલાવતા ત્રણથી ચાર હજાર વેપારીઓના ખાતા ટાંચમાં લીધા છે. તેના લીધે અમદાવાદના વેપારીઓમાં દેકારો બોલી ગયો છે.

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 03 27T111139.928 અમદાવાદના વેપારીઓમાં બોલ્યો દેકારોઃ GSTની આવી તવાઈ

અમદાવાદઃ અમદાવાદમાં જીએસટી વિભાગે તવાઈ બોલાવતા ત્રણથી ચાર હજાર વેપારીઓના ખાતા ટાંચમાં લીધા છે. તેના લીધે અમદાવાદના વેપારીઓમાં દેકારો બોલી ગયો છે. આ અંગે વેપારીઓનો આરોપ છે કે 31 માર્ચ પહેલા ટાર્ગેટ પૂરુ કરવાનું હોવાથી જીએસટીના વિભાગના અધિકારીઓ આડેધડ નોટિસ ફટકારે છે. તેમને ખુલાસા માટે પણ પૂરતો સમય આપવામાં આવતો નથી.

તાજેતરમાં જ વેપારીને આપેલી નોટિસમાં જે કરદાતાએ જવાબ રજૂ કર્યા ન હોય તેને નોટિસના 90 દિવસ સુધી રાહ જોયા વગર બેન્ક ખાતા ટાંચમાં લીધા છે. આ સિવાય એવા બેન્ક ખાતા પણ ટાંચમાં લઈ લીધા છે જેઓએ બે કે તેથી વધુ રિટર્ન ફાઇલ કર્યા નથી. વેપારીઓના બેન્ક ખાતા પર ટાંચની કામગીરી મંગળવારે કરવામાં આવી હતી. આમ જીએસટીના અધિકારીઓએ આડેધડ રીતે ત્રણથી ચાર હજાર બેન્ક ખાતા ટાંચમાં લઈ લીધા છે. આમ વેપારીઓએ આ ટાંચ દૂર કવા ટેક્સ-વ્યાજ અને દંડ ભરવા પડશે.

આ ઉપરાંત જે વેપારીઓના બે કરતાં વધારે રિટર્ન ભરવાના બાકી હોય કે ડીમાન્ડ નોટિસ સામે જવાબ આપ્યો ન હોય તેમના પણ બેન્ક ખાતા ટાંચમાં લઈ લેવાયા છે. બેન્ક ખાતા ટાંચમાં લેતા પહેલા સીજીએસટી કલમ 46માં કરદાતાને જાણ કરવામાં આવી છે. કરદાતાએ પહેલા બાકી રિટર્ન, ટેક્સ વ્યાજ અને દંડ ભરીને બેન્ક અધિકારીને જાણ કરવાની રહે છે. તેના પછી જ અધિકારી બેન્કને રીલીઝ ઓર્ડર આપે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ કોંગ્રેસ બેઠકમાં આજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા

આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે

આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે