Not Set/ એર ઈન્ડિયાને લઇને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

સરકારે આજે સ્પષ્ટ કર્યું છે કે એર ઈન્ડિયાને સુધારેલા સહાય પેકેજ આપવાની તેની કોઈ યોજના નથી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આજે ​​રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. એર ઈન્ડિયાને સહાય પેકેજની ગ્રાન્ટ અંગેનાં પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર દ્વારા તાજતેરમા આ એરલાઇનને કોઈ પેકેજ આપવાની યોજના નથી. તેમણે કહ્યું કે અસરકારક ડિસઇન્વેસ્ટમેન્ટ […]

Top Stories India
Air iNDIA1 એર ઈન્ડિયાને લઇને નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આપ્યું ચોંકાવનારું નિવેદન

સરકારે આજે સ્પષ્ટ કર્યું છે કે એર ઈન્ડિયાને સુધારેલા સહાય પેકેજ આપવાની તેની કોઈ યોજના નથી. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ આજે ​​રાજ્યસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

એર ઈન્ડિયાને સહાય પેકેજની ગ્રાન્ટ અંગેનાં પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું કે, સરકાર દ્વારા તાજતેરમા આ એરલાઇનને કોઈ પેકેજ આપવાની યોજના નથી. તેમણે કહ્યું કે અસરકારક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે એર ઇન્ડિયાને તૈયાર કરવા સરકારે એક ઓપરેશનલ અને આર્થિક કાર્યક્ષમતાની યોજના તૈયાર કરી છે. આ યોજના નાણાકીય અને ઓપરેશનલ કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરશે જેથી આવક વધારી શકાય અથવા ખર્ચ બચત થઈ શકે. વળી, સરકાર આ બંને માપદંડોની સમીક્ષા કરી રહી છે.

બીજા પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં એર ઇન્ડિયાનાં સંચાલન ખર્ચમાં ધીરે ધીરે વધારો થયો છે. તે 2016-17માં 22048.68 કરોડ, 2017-18માં 24661.77 કરોડ અને 2018-19માં 30194.06 કરોડ પર પહોંચી ગયુ છે. તેમણે કહ્યું કે આનું કારણ બળતણની વધતી કિંમતો, વધતી હરીફાઈ, ઉંચા એરપોર્ટ યૂઝર ચાર્જ અને વિનિમય દરમાં તફાવત વગેરેની વિપરીત અસર છે.

એર ઇન્ડિયા ફ્લાઇટ્સનાં વિલંબ અંગેનાં પ્રશ્નનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, વર્ષ 2018-19 દરમિયાન 9800 ફ્લાઇટ્સ એક કલાક કે તેથી વધુ મોડી પડી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે ફ્લાઇટ્સ વિલંબ અથવા રદ થવાને કારણે એર ઇન્ડિયા દ્વારા કેટરિંગ અને હોટલ અને અન્ય વસ્તુઓમાં રૂ. 102 કરોડ ખર્ચવામાં આવ્યા છે. ફ્લાઇટ્સમાં વિલંબ તકનીકી સમસ્યાઓ, સ્ટાફ સંબંધિત સમસ્યાઓ, ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને એર ટ્રાફિક નિયંત્રણ વિલંબનાં કારણે થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.