Not Set/ સુરત/ FRCએ કર્યો મહત્વ પૂર્ણ હુકમ, આ સ્કૂલને ડોનેશન પરત કરવા કર્યું ફરમાન

ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ફી મામલે ગુજરાતભરની શાળાઓ અને વાલીએ આમને સામને જોવામા આવી રહ્યા છે. સરકારને આ મામલે અનેક વિવિધ પ્રકારની ફરિયાદો પણ કરવામાં આવી અને કોર્ટનું શરણું પણ વાલીઓ દ્રારા ભૂતકાળમાં લેવામાં આવ્યું હતું. સરકારની આ મામલે દખલઆંદાજી પછી ફી રેગ્યુલેટરી કમિટી – FRCનું ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ સુરત FRC દ્વારા […]

Gujarat Surat
frc સુરત/ FRCએ કર્યો મહત્વ પૂર્ણ હુકમ, આ સ્કૂલને ડોનેશન પરત કરવા કર્યું ફરમાન

ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ફી મામલે ગુજરાતભરની શાળાઓ અને વાલીએ આમને સામને જોવામા આવી રહ્યા છે. સરકારને આ મામલે અનેક વિવિધ પ્રકારની ફરિયાદો પણ કરવામાં આવી અને કોર્ટનું શરણું પણ વાલીઓ દ્રારા ભૂતકાળમાં લેવામાં આવ્યું હતું. સરકારની આ મામલે દખલઆંદાજી પછી ફી રેગ્યુલેટરી કમિટી – FRCનું ગઠન કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ સુરત FRC દ્વારા મહત્વનો હુકમ કરવામાં આવ્યાનું સામે આવી રહ્યું છે.

FRC દ્વારા મેટાસ એડવેન્ટિસ શાળાને હુકમ કરવામાં આવ્યો છે કે, સ્કૂલનાં તમામ વાલીઓને ડોનેશનની રકમ સ્કૂલ પરત કરે. હુકમમાં FRC દ્વારા સ્કૂલને 15 ડિસેમ્બર સુધીમાં રકમ ચુકવવા કહેવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, પ્રાપ્ત વિગતો મુજબ મેટાસ એડવેન્ટિસ શાળા દ્વારા 79 હજારની રકમ ડોનેશન પેટે લેવાઇ હોવાનું ફલિત થયું છે. ડોનેશન લેવાયાનું બહાર આવતા FRC દ્વારા આ હુકમ કરાયો હોવાનું સામે આવી રહ્યું છે.

સોમવારે વાલીઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરાઈ હતી. રજૂઆત બાદ FRC હરકતમાં આવ્યું હતું અને આ મામલે જો શાળા ફી પણ પરત નહીં કરે તો વાલીઓ FRCની મદદ લઇ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.