Not Set/ શિક્ષક દિવસ નિમિતે ભપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને આપ્યા આ ખુશખબર

  ગાંધીનગર. આજ 5મી સપ્ટેમ્બર બૂધવારનાં રોજ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં ગુજરાતનાં રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈ કાલે શિક્ષકોને સન્માન કરવાના આયોજનની જાહેરાત કરી ગુજરાતનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યનાં શ્રેષ્ઠ 32 શિક્ષકોનું […]

Top Stories
mantavya 29 શિક્ષક દિવસ નિમિતે ભપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને આપ્યા આ ખુશખબર

 

ગાંધીનગર.

આજ 5મી સપ્ટેમ્બર બૂધવારનાં રોજ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમમાં ગુજરાતનાં રાજ્યપાલ ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગઈ કાલે શિક્ષકોને સન્માન કરવાના આયોજનની જાહેરાત કરી ગુજરાતનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત રાજ્યનાં શ્રેષ્ઠ 32 શિક્ષકોનું સન્માન કરવામાં આવશે. જે અંતર્ગત 17 પ્રાથમિક, 4 માધ્યમિક, 3 ઉચ્ચતર માધ્યમિક, 4 આચાર્યો, 2 કેળવણી નિરીક્ષકો અને 1 સીઆરસીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આજ રોજ રાજ્ય સરકાર તરફથી શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવેલી ઘોષણા અંતર્ગત આવતા તમામ સન્માનિત શિક્ષકોને રૂપિયા 51 હજારનો રોકડ પુરસ્કાર સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. આ સિવાય શિક્ષકોનું શાલ ઓઢાળી અને સન્માન પણ કરવામાં આવ્યું હતું.

જેમનાં નામ સાથે શિક્ષક દિન જોડાયેલો છે, તેમના આદર્શોને આપણે જીવનમાં આચરણ કરીએ. રાજ્ય સરકાર ગુજરાતનાં 32 શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં 17 પ્રાથમિક શિક્ષક, 4 આચાર્યનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ. જે શિક્ષકોનું સન્માન કરવાનું છે તે શિક્ષકોને 51 હજાર રૂપિયા સાથોસાથ સ્મૃતિ ચિહ્ન પણ આપવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાએ પણ શિક્ષકોનું સન્માન કરવામાં. 8 મહિલા શિક્ષક, 17 પ્રાથમિક, 4 માધ્યમિક, 4 ઉચ્ચતર માધ્યમિક આચાર્યો, સીઆરસી ને એવોર્ડ એનાયત કરવાની ઘોષણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી ઘોષણા અંતર્ગત આજ રોજ આપવામાં આપવામાં આવ્યા હતા.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકોએ માંગણીઓ બાબતે આવેદન પત્ર આપ્યું હતું. હાલ રાજ્યનાં નાણાં પ્રધાન નીતિનભાઈ પટેલ વિદેશ હોવાથી તેમનાં આવ્યા બાદ તેમની માંગણીઓ બાબતે સરકારી અને ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકો વચ્ચેનો ભેદ દૂર કરવા સકારાત્મક પ્રયાસ કરીશું. આવતીકાલે શરૂ થનાર આંદોલન મોકૂફ રાખવા વિનંતી.

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનાં શિક્ષકો દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાનાં શિક્ષકો વચ્ચે પગારની રહેલ વિસંગતતાને દૂર કરવા બાબતે 5 જૂનથી ધરણા આચર્યજનક કાર્યક્રમો સાથે આંદોલન કરનાર હતા. જે બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષકોને આંદોલનનાં કરવા કરી વિનંતી કરી હતી. હાલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ વિદેશ હોવાથી તેમના આવ્યા બાદ તેઓ તેમના પગાર બાબતે રહેલ વિસંવાદીતા દૂર કરવા પ્રયાસ કરાશે.