દેશમાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઑમિક્રૉનથી સંક્રમિતોની સંખ્યા 100 પાર થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 11 રાજ્યોમાં 101 ઑમિક્રૉન સંક્રમિતોની પુષ્ઠિ થઈ છે. તેમણે કહ્યું કે છેલ્લા 20 દિવસોથી કોવિડ સંક્રમણના દૈનિક કેસ 10,000થી ઓછા છે, પણ ઑમિક્રૉન સ્વરૂપ અને અન્ય દેશોમાં વધતા કેસને જોતાં સતર્ક થવાની જરૂર છે.
અધિકારીએ WHOનો હવાલો આપતા કહ્યું કે ઑમિક્રૉન દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસના ડેલ્ટા સ્વરૂપની તુલનામાં ઝડપથી ફેલાઇ રહ્યું છે, જ્યાં ડેલ્ટાનું પ્રસાર ઓછું હતું. આ શક્યતા છે કે જ્યાં સામુદાયિક પ્રસાર (કૉમ્યુનિટી ટ્રાન્સમિશન) થાય છે, ત્યાં ઑમિક્રૉન સંક્રમણ ડેલ્ટા સ્વરૂપે આગળ નીકળી જશે. લવ અગ્રવાલે કહ્યું કે, “ઑમિક્રૉન ઝડપથી ફેલાઇ રહ્યું છે, આપણે બિન-જરૂરી પ્રવાસથી બચવાની જરૂર છે, સામૂહિક સમારંભો અને નવા વર્ષના ઉત્સવને મોટા પાયે સેલિબ્રેટ કરવાની જરૂર નથી.”
ઑમિક્રૉનથી સૌથી વધારે મહારાષ્ટ્ર પ્રભાવિત છે. અહીં 32 કેસ છે. ત્યાર બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 22 લોકો અત્યાર સુધી સંક્રમિત થયા છે. તો રાજસ્થાનમાં 17 જણ ઑમિક્રૉન સંક્રમિત થઈ ગયા છે. અધિકારીએ ઑમિક્રૉન સિવાય અન્ય વેરિએન્ટના કેસને લઈને કહ્યું કે ઓગણીસ જિલ્લામાં સાપ્તાહિક કોવિડ સંક્રમણ દર પાંચથી 10 ટકા વચ્ચે છે, પાંચ જિલ્લામાં 10 ટકાથી વધારે સંક્રમણ દર છે.
India’s active caseload currently stands at 86,415
The number of daily new cases in past 20 days remains below 10,000.
The weekly positivity rate reduced to 0.65%
– @MoHFW_INDIA #IndiaFightsCorona pic.twitter.com/eq15mSaMOh
— PIB India (@PIB_India) December 17, 2021
ઓમિક્રોનના કુલ કેસ 101 છે, દેશના જુદા-જુદા રાજ્યોમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધી રહી છે. જેમાં મહારાષ્ટ્ર – 32, દિલ્હી – 22, રાજસ્થાન – 17, કર્ણાટક – 8, તેલંગણા – 8, કેરળ – 5 , ગુજરાત – 5, પશ્ચિમ બંગાળ – 1, આંધ્ર પ્રદેશ – 1, ચંડીગઢ – 1 અને તામિલનાડુ – 1 કેસ નોંધાયા છે.