રાજકોટ/ મારવાડી યુનિવર્સિટીમાં મળેલો છોડ અંગે મોટો ખુલાસો,ગાંજાના હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું

રાજકોટની હાઈપ્રોફાઈલ મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવતા શિક્ષણ જગતમાં હડકંપ મચી ગયો હતો

Top Stories Rajkot Gujarat
Untitled 101 મારવાડી યુનિવર્સિટીમાં મળેલો છોડ અંગે મોટો ખુલાસો,ગાંજાના હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું

રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાંથી 13 એપ્રિલના રોજ કેટલાક શંકાસ્પદ છોડ મળી આવ્યા હતા.જે ગાંજાના જ છોડ હોવાનો FSL રિપોર્ટ આવતા કુવાડવા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ શહેર SOG પોલીસને આગળની તપાસ સોંપવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરી યુનિવર્સિટી ખાતે ઉગ્ર સુત્રોચાર કરી યુનિવર્સિટીની માન્યતા રદ કરવા રજૂઆત કરી છે.રાજકોટ શહેર NSUI દ્વારા આજે મારવાડી યુનિવર્સિટી ખાતે ઉગ્ર સુત્રોચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. NSUIના આગેવાનો કાર્યકર્તા દ્વારા હાયરે મારવાડી યુનિવર્સિટી હાય હાય, મારવાડી યુનિવર્સિટીની માન્યતા રદ કરો તેમજ મારવાડી યુનિવર્સિટી નશાનું ધામ લખેલા પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવ્યો હતો.

જણાવીએ કે,ગાંજાના છોડ જે જગ્યાએથી મળી આવ્યા તે જગ્યા મારવાડી યુનિવર્સિટી કેમ્પસની સી વિંગ બિલ્ડિંગની પાછળની દિવાલ પાસેથી ગાંજાના છોડ મળી આવ્યા હતા. ખાસ જો વાત કરવામાં આવે તો આ યુનિવર્સિટીમાં રાજકોટ, ગુજરાત ઉપરાંત 54 દેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં અભ્યાસ કરવા આવતા હોય છે. આ જે દિવાલે ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યાં જ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ આવેલી છે. ત્યારે ત્યાંની ચરચાએ એ વાતનું જોર પકડ્યું છે કે વિદેશી વિદ્યાર્થીઓ માદક પદાર્થોનો સેવન કરે છે. ત્યારે તેમાના કોઈ એક એ આ કાર્ય કર્યું હોવાનું મનાઈ રહ્યું છે. FSLના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટની મારવાડી યુનિવર્સિટી અવાર-નવાર વિવાદમાં આવી ચૂકી છે. જોકે ત્યાંના કેમ્પસથી ગાંજાના છોડ મળી આવતા યુનિવર્સિટીમાં માટે આ ઘટના શિક્ષણ જગતમાં કાળી ટીલી સમાન માનવામાં આવી રહી છે. તેમજ ભાંડો ફૂટી ગયા બાદ છોડને નષ્ટ કરવા પણ યુનિવર્સિટી દ્વારા પ્રત્યન કરાયા હોવાના આરોપ NSUI મૂક્યા છે.

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો