Not Set/ શાકભાજીના ભાવ પહોંચી રહ્યાં છે આસમાને

છેલ્લા કેટલાક સમયથી ડુંગળી, ટામેટા, ઈંડા, તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકાર એવો દાવો કરી રહી છે કે આ ભાવ વધારો ડિમાન્ડ અને સપ્લાયમાં ડિસ્ટર્બના કારણે થયો છે. ટૂંક સમયમાં બધુ થાળે પડી જશે. જોકે, એવુ લાગી રહ્યુ છે કે દેશમાં મોંઘવારી હવે દરવાજો ખટખટાવી ચુકી છે. આ […]

Gujarat
Jamalpur Nov 12 D1 શાકભાજીના ભાવ પહોંચી રહ્યાં છે આસમાને

છેલ્લા કેટલાક સમયથી ડુંગળી, ટામેટા, ઈંડા, તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, કેન્દ્ર સરકાર એવો દાવો કરી રહી છે કે આ ભાવ વધારો ડિમાન્ડ અને સપ્લાયમાં ડિસ્ટર્બના કારણે થયો છે. ટૂંક સમયમાં બધુ થાળે પડી જશે.

જોકે, એવુ લાગી રહ્યુ છે કે દેશમાં મોંઘવારી હવે દરવાજો ખટખટાવી ચુકી છે. આ વધારો તો માત્ર એક સંકેત સમાન છે. આ સંકેતો સરકારે પણ સાંભળ્યા છે અને એટલે જ તો તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે દેશમાં ખાદ્ય ઉત્પાદનોની ડીમાન્ડ અને સપ્લાયનુ બેલેન્સ જળવાઈ રહે. ડુંગળીના ભાવ ફરી સદી ફટકારવા તરફ આગળ વધી રહ્યા છે.

અત્યારે છૂટક બજારમાં ડુંગળી ૮૦ રૂપિયે પ્રતિ કિલો વેચાઈ રહી છે.જયારે ઇંડાનો ભાવ 5 રૂપિયાથી સીધો 7 રૂપિયા અને 8 રૂપિયા પહોંચી ગયો છે.