બનાસકાંઠા/ ડીસા થરાદ હાઈવે પર અકસ્માત, નીલગાય વચ્ચે આવતા બે સગાભાઈઓએ ગુમાવ્યો જીવ

ડીસા થરાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે.

Gujarat Others
ડીસા થરાદ હાઈવે
  • ડીસા થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં બે સગાભાઈના ઘટનાસ્થળે મોત 
  • નીલગાય વચ્ચે આવતા થયો અકસ્માત
  • અકસ્માતમાં અન્ય ત્રણ લોકો થયા ઘાયલ
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

રાજ્યમાં સતત માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એક પછી એક બનતી માર્ગ અકસ્માતની ઘટનામાં અનેક માસૂમ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે, જ્યારે અનેક પરિવારનો માળો વિખેરાઈ જાય છે. ત્યારે આવામાં આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક પરિવારે પોતાના બે વ્હાલસોયા દીકરાઓને ખોવાનો વારો આવ્યો છે. ડીસા થરાદ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટનામાં બે સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો છે. આ મામલે જ્યારે પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ દારૂની મહેફિલ માણતા ઝડપાયા

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, ડીસા થરાદ હાઈવે આગથળા પાસે ગાડી વચ્ચે નીલગાય આવતા આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. ડીસાથી થરાદ તરફ જતા મેવાડ પરિવારને  અંધારામાં  રસ્તા પરથી  અચાનક જ નીલગાય પસાર થતી દેખાઈ નહિ,પરિણામે ચાલકે હુન્ડાઈ કાર પરનો કાબુ ગુમાવતા,ગાડી ખેતરમાં ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં બે સગા ભાઈઓના તત્કાલ મોત નીપજ્યા હતા.જ્યારે અન્ય ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ડીસા-થરાદ રોડ પર ગમખ્વાર અક્સમાતની જાણ થતા જ આગથળા પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી. અને વાહના વ્યવહારને સુચારુ કરવા સાથે ઘટનાની તપાસ શરુ કરી હતી. દરમિયાન ત્રણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ  પહોચાડવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો : પટેલ પરિવારના મોત બાદ ગુજરાત પોલીસે ગેરકાયદેસર ઇમિગ્રેશન કરતા છ લોકોની કરી અટકાયત

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગોધરા-વડોદરા હાઇવે પર વેજલપુર પાસે આજે ત્રણ યુવાનો બાઇક પર પસાર થઇ રહ્યા હતા. આ સમયે ટ્રકે બાઇકને અડફેટેમાં લીધી હતી. જેમાં ત્રણેય યુવાનના મોત થયા હતા. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળા એકત્રિત થઇ ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય યુવાનના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટ ગામના બે સગા ભાઇ સહિત એક જ પરિવારના 3 યુવાનોના અકસ્માતમાં મોત થયા હતા. સંતરામપુર તાલુકાના વાંઝીયાખુટના ડેમલી ફળિયામાં રહેતા બે સગાભાઇ અજય લાલસિંગ ખરાડી (ઉ.20), જયદીપ લાલસિંગ ખરાડી (ઉં27) અને વિકાસભાઈ સોમાભાઈ ખરાડી (ઉં25) રવિવારે ઘરેથી હીરાપુર ગામ તરફ જવા નીકળ્યા હતા. તે સમયે હીરાપુર ગામ પાસે ઝાલોદ-અમદાવાદ ST બસ અને બાઇક સાથે અકસ્માત થયો હતો. જેમાં બસની આગળના ભાગે બાઇક ઘૂસી ગયું હતું. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ત્રણેય યુવાનોના મોત થયા હતા.

આ પણ વાંચો : સ્વચ્છ ભારત મિશન ક્યાંથી સફળ થાય ? છેલ્લા 10 વર્ષથી પગાર વધારો જ નથી મળ્યો

આ પણ વાંચો :બીજેપીએ શરૂ કરી વિસ્તારક યોજના, તમામ બુથો પર ફરશે વિસ્તારકો

આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 12,911  કેસ નોંધાયા, જયારે 22 ના મોત થયા

આ પણ વાંચો :સિંચાઈ વિભાગના કર્મીઓએ આપી આંદોલનની ચિમકી, જાણો કેમ