Election Result/ કોણ બનશે ધારાસભ્ય – MLA? કયા સ્થળે થશે મતગણતરી – કેવી છે તૈયારીઓ ?

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં સરેરાશ 60.75 ટકા મતદાન થયું છે. 8 બેઠકો પર 81 ઉમેદવારોનું ભાવી મંગળવારના રોજ નક્કી થઈ જશે. મતગણતરીને લઈને

Top Stories Gujarat
by election result કોણ બનશે ધારાસભ્ય - MLA? કયા સ્થળે થશે મતગણતરી - કેવી છે તૈયારીઓ ?

કોણ બનેગા ધારાસભ્ય – MLA ?

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં સરેરાશ 60.75 ટકા મતદાન થયું છે. 8 બેઠકો પર 81 ઉમેદવારોનું ભાવી મંગળવારના રોજ નક્કી થઈ જશે. મતગણતરીને લઈને ચૂંટણીપંચે આખરી ઓપ આપી દીધી છે.

શું છે તૈયારીઓ જુઓ આ અહેવાલમાં મંતવ્ય ન્યૂઝની સાથે

ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો અબડાસા, લીંબડી,મોરબી, ધારી,ગઢડા,કરજણ,ડાંગ અને કપરાડા માટે મતદાન સંપન્ન્ થયું છે.,, ચૂંટણીપંચની સત્તાવાર માહિતી મુજબ 8 બેઠકો પર સરેરાશ 60.75 ટકા મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન દક્ષિણ ગુજરાતની કપરાડા બેઠક પર 77.50 ટકા મતદાન થયું છે… જ્યારે ધારી વિધાનસભા બેઠક પર સૌથી ઓછું 45.79 ટકા મતદાન થયું છે.

ક્યા કેટલું મતદાન થયું એની પર એક નજર કરીએ… 8 બેઠકો પર મતદાન

  • બેઠક – મતદાન ( ટકા)
    • અબડાસા – 61.82
    • લીંબડી – 58.01
    • મોરબી – 52.32
    • ધારી – 45.79
    • ગઢડા – 50.76
    • કરજણ – 70.01
    • ડાંગ – 75.01
    • કપરાડા – 77.50

સરેરાશ 60.75 ટકા મતદાન થયું છે…

ચૂંટણીપંચે 8 બેઠક પૈકી ત્રણ બેઠકની મતગણતરી જિલ્લા હેડક્વાર્ટર ખાતે યોજવા નિર્ણય કર્યો છે. જ્યારે અન્ય 5 વિધાનસભા બેઠકોની મતગણતરી જે-તે સ્થાનિક કક્ષાએ જ યોજવાનો નિર્ણય કર્યો છે. 8 બેઠક માટે ઉપયોગમાં લેવાયેલાં 3024 ઇવીએમની મતગણતરી કરવામાં આવશે.

વિધાનસભા બેઠક – મતગણતરી સ્થળ

  • અબડાસા – સરકારી એન્જીનીયરીંગ કોલેજ , ભૂજ
  • લીંબડી – એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ , સુરેન્દ્રનગર
  • મોરબી – સરકારી પોલીટેકનીક કોલેજ , મોરબી
  • ધારી – યોગી મહારાજ મહિલા કોલેજ , ધારી
  • કરજણ – સરકારી પોલીટેકનીક કોલેજ , વડોદરા
  • ડાંગ – સરકારી સાયન્સ કોલેજ , આહ્વા
  • કપરાડા – સરકારી આર્ટસ કોલેજ , કપરાડા

વિધાનસભાની 8 બેઠકો માટેની મતગણતરીનો પ્રારંભ પોસ્ટલ બેલેટથી થશે..ત્યારબાદ ઇવેએમની મતગણતરી થશે. સંભવત: મંગળવારે બપોરે ત્રણવાગ્યા સુધીમાં તમામ પરિણામ જાહેર થઇ જાય એ મુજબ ચૂંટણીપંચે તમામ આયોજનને આખરી ઓપ આપ્યો છે. બપોર સુધીમાં તમામ 81 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થઇ જશે. ધારાસભ્યોના ભાવી નક્કી થઈ જશે.

@અરૂણ શાહ , મંતવ્યન્યૂઝ – અમદાવાદ……..