Pakistan jails/ સરબજીત સિંહના હત્યારાની લાહોરમાં હત્યા

અજાણ્યા હુમલાખોરે આમિર તાંબાને ગોળી મારી

Top Stories World
Beginners guide to 2024 04 14T193014.205 સરબજીત સિંહના હત્યારાની લાહોરમાં હત્યા

World News : પાકિસ્તાની જેલમાં સરબજીત સિંહની હત્યા કરનારા અમિર તાંબાને આજે લાહોરમાં ઈસ્લામપુરા વિસ્તારમાં અજાણ્યા બાઈક સવારે ગોલી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

બનાવની વિગત મુજબ લાહોરના ઈસ્લામપુરામાં બાઈક સવાર હુમલાખોરોએ તાંબા પર ગોલીબાર કરતા તે ઘાયલ થયો હતો. સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેને મૃત ઘોષિત કરાયો હતો. સરબજીતને પાકિસ્તાનની કોર્ટે જાસૂસી અને આતંકવાદના આરોપમાં દોષી છેરવ્યો હતો. જોકે 2013 માં લાહોર જેલમાં તેની હત્યા કરી નાંખવામાં આવી હતી.

નવાઈની વાત એ છે કે તાંબાની હત્યા પાકિસ્તાનમાં થઈ રહેલી સિલસિલાવાર રહસ્યમય હત્યાઓથી જોડાયેલી હોઈ શકે છે. જે ભારતમાં વોન્ટેડ અપરાધી હતા કે આતંકવાદી હૂમલામાં સામેલ હતા. તાંબાનો જન્મ 1979 માં લાહોરમાં થયો હતો અને તે લશ્કર-એ.તૈયબાના સંસ્થાપક હાફીઝ સઈદનો એકદમ નજીકનો ગણાતો હતો.

સરબજીતનો જન્મ પંજાબના તરનતારન જીલ્લામાં ભારત પાકિસ્તાન સીમા પર સ્થિત ભિખીવિંડમાં થયો હતો. ભારતીય અધિકારીઓના જણાવ્યા મુજબ તે એક ખેડૂત હતો. 1990 ના દશકની શરૂઆતમાં તે ભૂલથી પાકિસ્તાન જતો રહ્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનની એક કોર્ટે તેને દોષી છરાવ્યો હતો અને 1990માં લાહોર અને ફૈસલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 14 જણાની હત્યાના આરોપમાં મોતની સજા ફટકારી હતી. જોકે પાકિસ્તાની સરકાર દ્વારા તેની મોતની સજા અવારનવાર સ્થગિત કરવામાં આવી હતી.

બાદમાં એપ્રિલ 2013માં લાહોરની કોટ લખપત જેલમાં સરબજીત સિંહ પર સાથી કેદીઓ અમીર સરફરાઝ ઉર્ફે તાંબા અને મુદસ્સિર મુનીરે ઈંટો અને લોખંડના સળિયાથી હુમલો કરી દીધો હતો. જેમાં છ દિવસ બાદ લાહોરની જીન્ના હોસ્પિટલમાં તેને મૃત ઘો,ત કરાયો હતો.જોકે સરબજીતને મોતની સજા ણળ્યા બાદ મામલો રાજકીય બની ગયો હતો. પરંતુ 2013માં જેલમાં જ તેની હત્યા થઈ જતા બન્ને દેશો વચ્ચેના સંબંધો એકદમ ખરાબ થઈ ગયા હતા.

સરબજીતની બહેન દલબીર કૌરે પડોશી દેશમાંથી પોતાના ભાઈને છોડાવવા ખૂબ લાંબી લડાઈ લડી હતી. જોકે તે અસફળ રહી. બાદમાં મે 2022 માં અમૃતસરમાં તેનુ પણ મોત થયું હતું.

સરબદજીતની હત્યામાં બન્ને વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો, જોકે પાકિસ્તાની કોર્ટે 2018માં પૂરાવાના અભાવ અને અભિયોજન પક્ષના સાક્ષીઓ ફરી જવાને કારણે આરોપીઓને છોડી મુક્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાનનો ઈઝરાયેલ પર 200 ડ્રોન અને મિસાઈલો વડે હુમલો, અમેરિકાએ ઈઝરાયેલને શાંત રહેવા કહ્યું

આ પણ વાંચો:ઈરાન દ્વારા પકડાયેલા 17 ભારતીયો ઈઝરાયેલ સાથેના તણાવ વચ્ચે ખામેનીની કુખ્યાત સેનાનો બન્યા શિકાર 

આ પણ વાંચો:Israeli ship/ભારત આવી રહ્યું હતું ઈઝરાયલી જહાજ, ઈરાને સમુદ્રની વચ્ચેથી કર્યું કબજે ,બોટમાં 17 ભારતીયો પણ સવાર 

આ પણ વાંચો:Armed Forces/ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ થયું તો કોણ જીતશે?