ગુજરાત/ અમદાવાદના વાતાવરણમાં પલટો, ભર ઉનાળે ધૂળની ડમરી બાદ અનેક વિસ્તારમાં વરસાદ

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 04 14T192745.132 અમદાવાદના વાતાવરણમાં પલટો, ભર ઉનાળે ધૂળની ડમરી બાદ અનેક વિસ્તારમાં વરસાદ

Ahmedabad News: ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. આગઝરતી ગરમી વચ્ચે ધીમી ધારે કમોસમી વરસાદ શરુ થયો હતો. અમદાવાદના શેલા વિસ્તારમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે. આ ઉપરાંત ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે.

અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન ફૂંકાતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે. સોલા,સાયન્સ સિટી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. ચાંદખેડા , એસજી હાઈવે, પકવાન સહિતના વિસ્તારોમાં વરસાદ શરુ થયો છે. અમદાવાદ શહેરના બોપલ, ઘૂમા, થલતેજ વિસ્તારમાં વિસ્તારોમાં ધૂળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

જણાવી દઈએ કે,અસહ્ય ઉકળાટ બાદ દ્વારકા, અમરેલી, કચ્છ, મોરબી, બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લા સહિત ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. શનિવારે રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભરઉનાળે વરસાદ પડતા કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ છવાયો છે. ગુજરાતમાં વરસાદની આગાહીની વચ્ચે આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલ છે. ગોતા વિસ્તારમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિવાય એસજી હાઈવે, ચાંદખેડા સહિતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દ્વારકાના ભાણવડમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ

આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર

આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી