ચક્રવાત બિપરજોય/ ગુજરાત પર મુસીબત બનીને ત્રાટકી શકે બિપરજોય વાવાઝોડું

બિપરજોય વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તેવી સંભાવના પ્રતિદિન વધુ વળવત્તર બનતી જતી રહી છે. પ્રતિ કલાક 160થી 170ની ઝડપે પવન ફૂંકતું આ વાવાઝોડું હાલમાં તો પોરબંદરથી 300 કિ.મી. દૂર છે. તેની ગતિ પ્રતિ કલાક પાંચ કિલોમીટરની છે.

Top Stories Gujarat

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડું ગુજરાત પર Bipperjoy Cyclone ત્રાટકે તેવી સંભાવના પ્રતિદિન વધુ વળવત્તર બનતી જતી રહી છે. પ્રતિ કલાક 160થી 170ની ઝડપે પવન ફૂંકતું આ વાવાઝોડું હાલમાં તો પોરબંદરથી 300 કિ.મી. દૂર છે. તેની ગતિ પ્રતિ કલાક પાંચ કિલોમીટરની છે.

બિપરજોય વાવાઝોડાની પવનની ગતિ વધવાના લીધે Bipperjoy Cyclone સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પવનની ગતિને ધ્યાનમાં રાખીને ગઇકાલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. તેના પછી પવનની ગતિ વધતા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં પવનની ગતિ પણ વધી રહી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં બે દિવસ 14 અને 15 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે, રાહતની વાત એ છે કે, બિપરજોય વાવાઝોડાની Bipperjoy Cyclone ગતિ ધીમી પડીને પ્રતિકલાક બે કિમીની થઇ ગઇ છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 400 કિલોમીટર દૂર છે. જે 15મી જૂન સુધી કચ્છ સુધી પહોંચી શકે છે. આ વાવાઝોડાને કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વાવાઝોડાના લીધે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડશે તેમ કહેવામાં આવી રહ્યુ છે. હાલમાં સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં તો સ્કૂલો જ બંધ રાખવાની જાહેરાત કરી દેવાઈ છે. એક સપ્તાહ મોડી સ્કૂલો ત્યાં ખૂલશે તેમ સ્થાનિક સ્તરે સ્કૂલ Bipperjoy Cyclone સત્તાવાળાઓએ જણાવી દીધું છે. આમ સૌરાષ્ટ્રવાસીઓના બાળકોનું શાળાકીય વેકેશન 18મી તારીખ સુધી લંબાયું છે. આ સિવાય જે સ્કૂલો ખુલી ગઈ છે તેને પણ બંધ કરવા કહેવાયું છે. કાંઠા વિસ્તારોમાં રહેતા જતાં લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ બાળ મજૂરી વિરુદ્ધ દિવસનું મહત્વ શું છે, કેમ તેને ઉજવવામાં આવે છે! જાણો

આ પણ વાંચોઃ Corona Virus/ ચીનની સેનાએ વુહાનના વૈજ્ઞાનિકો સાથે મળીને બનાવ્યો કોરોના વાયરસ? તપાસકર્તાઓએ કર્યો મોટો ખુલાસો

આ પણ વાંચોઃ Modi Ji Thali/ PM મોદીના અમેરિકા પ્રવાસ પહેલા ન્યુ જર્સીમાં રેસ્ટોરન્ટે ‘મોદી જી’ થાળી લોન્ચ કરી,જાણો

આ પણ વાંચોઃ French Open 2023/ નોવાક જોકોવિચે રચ્યો ઈતિહાસ, 23મા ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ સાથે નંબર 1નો મેળવ્યો તાજ

આ પણ વાંચોઃ બિપોરજોય ઈફેક્ટ/રાજ્યમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, 40 કિમીની ગતિએ પવન ફૂંકાવવાની પણ સંભાવના