તેલંગાણા/ સિકંદરાબાદમાં ગ્રાઉન્ડ ફલોર પર ઇલેકટ્રીક બાઇક શોરૂમમાં લાગેલી આગની ઝપેટમાં હોટલ,8 લોકોના મોત,13 ગંભીર ઇજાગ્રસ્ત

તેલંગાણાના સિકંદરાબાદમાં ગઈકાલે રાત્રે એક ઇલેકટ્રીક બાઇક શો રૂમમાં આગ લાગતાં આગ  હોટલમાં પહોંચી હતી જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા

Top Stories India
23 1 સિકંદરાબાદમાં ગ્રાઉન્ડ ફલોર પર ઇલેકટ્રીક બાઇક શોરૂમમાં લાગેલી આગની ઝપેટમાં હોટલ,8 લોકોના મોત,13 ગંભીર ઇજાગ્રસ્ત

તેલંગાણાના સિકંદરાબાદમાં ગઈકાલે રાત્રે એક ઇલેકટ્રીક બાઇક શો રૂમમાં આગ લાગતાં આગ  હોટલમાં પહોંચી હતી જેમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં 13 લોકો ઘાયલ થયા છે. હૈદરાબાદના કમિશનર સીવી આનંદે કહ્યું, “આગમાં આઠ લોકોના મોત થયા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જિંગ યુનિટમાં આગ લાગી હતી. ઉપરના માળે આગ પહોચી હતી કે જ્યાં હોટલ છે.

હૈદરાબાદના કમિશનરે જણાવ્યું હતું કે કેટલાક લોકો હોટલના રૂમમાં મૃત્યુ પામ્યા હતા અને અન્ય આગમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે દાઝી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આગ લાગ્યા બાદ એક પછી એક વાહનમાં વિસ્ફોટ થયો. હોટલના કર્મચારીઓ આગ જોતા સત્વરે પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.

પોલીસે જણાવ્યું કે ઈલેક્ટ્રિક સ્કૂટરના શોરૂમમાં રાત્રે લગભગ 9 વાગે આગ લાગી હતી અને થોડી જ વારમાં આખા શોરૂમમાં આગ લાગી ગઈ હતી. ટૂંક સમયમાં આગ અને ધુમાડો શોરૂમની ઉપરની રૂબી હોટેલમાં ફેલાઈ ગયો, જ્યાં ઓછામાં ઓછા 25 લોકો રોકાયા હતા.

પોલીસે જણાવ્યું કે “શોરૂમમાંથી નીકળતા ઢ ધુમાડાને કારણે હોટલના શોરૂમમાં રહેતા ઘણા લોકોનો શ્વાસ રૂંધાઈ ગયો અને તેઓ બેભાન થઈ ગયા. તેમાંથી ઓછામાં ઓછા પાંચ બેભાન અવસ્થામાં દાઝી ગયા હતા અને આગ લાગતા કેટલાક લોકો હોટલના રૂમમાંથી કૂદી પડ્યા હતા.” ઘાયલોને તાત્કાલિક ગાંધી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તેમાંથી બે જણનું મૃત્યુ થયું હતું. ઓછામાં ઓછા અન્ય ચારની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.માહિતી મળતાની સાથે જ પોલીસ રેસ્ક્યુ ટીમ સાથે પાંચ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર ઓફિસર મોહન રાવે જણાવ્યું હતું કે, “અમે હોટલના રૂમમાં ફસાયેલા 10 લોકોને બચાવવામાં સફળ રહ્યા હતા, જ્યારે કેટલાક અન્ય લોકોએ પોતાને બચાવવા માટે હોટલમાંથી કૂદી પડ્યા હતા,” આગમાં હાલ આઠ લોકોના મોત નિપજ્યા છે. મૃત્યુઆંક પણ વધી શકે છે.