Not Set/ IPL સ્પોટ ફિક્સિંગ : અઝરૂદ્દીનને BCCI કરી શકે છે રિટર્ન તો મને કેમ નહિ : શ્રીસંત

નવી દિલ્હી, IPL સ્પોટફિક્સિંગમાં ફસાયેલા ઝડપી બોલર શ્રીસંત પર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)દ્વારા લગાવવામાં આવેલા લાઈફ ટાઈમ પ્રતિબંધના નિર્ણયને તેઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલે હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં જાન્યુઆરી મહિનામાં સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમકોર્ટમાં શ્રીસંત દ્વારા પોતાની દલીલ કરતા જણાવ્યું હતું કે, “BCCI ભારતીયટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનને પ્રતિબંધ બાદ રિટર્ન કરી શકે […]

Top Stories Trending Sports
IPL સ્પોટ ફિક્સિંગ : અઝરૂદ્દીનને BCCI કરી શકે છે રિટર્ન તો મને કેમ નહિ : શ્રીસંત

નવી દિલ્હી,

IPL સ્પોટફિક્સિંગમાં ફસાયેલા ઝડપી બોલર શ્રીસંત પર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)દ્વારા લગાવવામાં આવેલા લાઈફ ટાઈમ પ્રતિબંધના નિર્ણયને તેઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ મામલે હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં જાન્યુઆરી મહિનામાં સુનાવણી કરવામાં આવશે.

સુપ્રીમકોર્ટમાં શ્રીસંત દ્વારા પોતાની દલીલ કરતા જણાવ્યું હતું કે, “BCCI ભારતીયટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝરૂદ્દીનને પ્રતિબંધ બાદ રિટર્ન કરી શકે છે તો મને કેમ નહિ”. 

અત્રેઉલ્લેખનીય છે કે, BCCI દ્વારા સ્પોટ ફિક્સિંગમાં ફસાયેલા મોહમ્મદ અઝરૂદ્દીનને હૈદરાબાદ ક્રિકેટ એશોસિએશનના પ્રમુખ બનવા માટેની મંજૂરી આપવામાં આવી છે.

શુક્રવારેસુપ્રીમ કોર્ટમાં શ્રીસંતે કહ્યું હતું કે, “બોર્ડ દ્વારા ફટકારવામાં આવેલો આજીવન પ્રતિબંધની સજા એ અપમાનજનક છે”. સાથે તેઓએ ૩૬ વર્ષની ઉંમરે મેદાનમાં ઉતરવા માટેની મંજૂરી આપવા માટે પણ કહ્યું હતું.

બીજી બાજુ શ્રીસંત તરફથી સિનીયર એડવોકેટ સલમાન ખુર્શીદે કોર્ટમાં કહ્યું હતું કે, “શ્રીસંત હાલમાં ૩૫ વર્ષના થઇ ચુક્યા છે અને તેઓના ક્રિકેટ રમવા માટેના દિવસ વીતી રહ્યા છે, જેથી આ મામલાની સુનાવણી ઝડપથી કરવામાં આવે”.

તેઓએ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચને જણાવતા કહ્યું, “શ્રીસંત દ્વારા આ મામલાને ટ્રાયલ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્ટ દ્વારા આ નિર્ણયને બદલી નાખવામાં આવ્યો હતો અને ક્રિકેટ રમવા માટે મંજૂરી આપી હતી”.

શ્રીસંત દ્વારા BCCI દ્વારા લગાવવામાં આવેલા લાઈફટાઈમ બેનના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. આ પીટીશનમાં તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “એક પ્રતિબંધ ખેલાડી તરીકે પોતાની છબી ખરાબ થઇ રહી છે અને મૌલિક અધિકારોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.