ભારતનો એક એવો પુલ કે જે દરિયાની ઉપર આવેલો છે તે ૧૦૪ વર્ષ જુનો છે.૨૪ ફેબ્રુઆરી ૧૯૧૪ના રોજ ખોલવામાં આવેલ આ પામબન પુલ ભારતનો પ્રથમ એવો પુલ છે કે જે દરિયાની ઉપર બનાવવામાં આવ્યો છે.
હાલઆ પુલનું સમારકામ ચાલી રહ્યું છે. કેટલાક એન્જીન્યરનું માનવું છે કે જ્યાં સુધી સમારકામ થાય છે ત્યાં સુધી કોઈ ટ્રેન આ પુલ પરથી ન ચાલે તેનું ધ્યાન રાખવામાં આવે તો તેસારી વાત છે.
તમને જણાવી દઈએ કે પામબન પુલ તમિલનાડુમાં આવેલ છે. આ બ્રિજ પવિત્ર અને ધાર્મિક શહેર રામેશ્વરમને ભારતના ભૂ-ભાગ સાથે જોડે છે.
પામબન પુલનું નિર્માણ બ્રિટીશ રેલ્વેએ વર્ષ ૧૮૮૫માં ચાલુ કર્યું હતું. રસપ્રદ વાર તો એછે આ પુલનું નિર્દેશન બ્રિટીશ એન્જીન્યર દ્વારા કરવામાં આવ્યું હતું જયારે કારીગર ગુજરાતમાં કચ્છથી બોલાવવામાં આવ્યા હતા.
વર્ષોની મહેનત પછી ૧૯૧૪માં આ પુલ ઉભો કરાયો હતો. રામેશ્વરનો આ પુલ હંમેશા પર્યટકોનું આકર્ષણનું કેદ્ર રહ્યું છે.
પામબનનું નામ ભલે સાંભળવામાં સારું ન લાગે પણ તેની સફર ખુબ જોરદાર છે. પુલ પરથી ટ્રેન ચાલે છે તે સમયનો રોમાંચ જ અલગ છે. ઘણી વખત તો દરિયાના મોજા ટ્રેનના પાટાને અડકવાના પ્રયત્નો પણ કરે છે.
પુલની નીચેથી જહાજ પસાર થાય છે. જો કોઈ મોટું જહાજ હોય તો પુલ વચ્ચેથી ખુલી જાય છે. સિમેન્ટના ૧૪૫ પિલ્લર પર ટકી રહેલો આ પુલ ઘણો સુંદર છે.
આ પુલ પર કોઈ પણ ટ્રેન ૧૫ કિલોમીટર પ્રતિ કલાકથી વધારે સ્પીડમાં પસાર નથી થતી. પુલનો સફર આશરે ૨ કિલોમીટર જેટલો છે.