fire incidents/ સાબરકાંઠામાં ગમ સ્ટીક બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સાબરકાંઠામાં હિંમતનગરના રૂપાલ કંપા પેટ્રોલ પમ્પ નજીક આગ લાગવાની ઘટના બની. રૂપાલ કંપા પેટ્રોલ પમ્પ પાસે ગમ સ્ટીક બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી.

Gujarat Top Stories Others
Beginners guide to 84 1 સાબરકાંઠામાં ગમ સ્ટીક બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ

સાબરકાંઠામાં હિંમતનગરના રૂપાલ કંપા પેટ્રોલ પમ્પ નજીક આગ લાગવાની ઘટના બની. રૂપાલ કંપા પેટ્રોલ પમ્પ પાસે ગમ સ્ટીક બનાવતી ફેક્ટરીમાં અચાનક આગ લાગી. ફેકટરીમાં આકસ્મિક આગ લાગતા ફેક્ટરી આખી આગમાં લપેટાઇ. ફેકટરીમાં ભીષણ આગની ઘટનાને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા અને ફાયરની ટીમને જાણ કરી. ત્યાં સુધી સ્થાનિકો દ્વારા આગ ઓલવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. જાગૃત નાગરિકના જણાવ્યા બાદ હિંમતનગરથી તાત્કાલિક ત્રણ ફાયર બ્રિગેડની ટીમ સહિત મોડાસાની પણ બે ટીમે ઘટના સ્થળે પંહોચી. આગ લાગવાની ઘટનાને પગલે ગાંભોઈ પોલીસ સ્ટે.ના PSI સહિત સ્ટાફ સ્થળ પર પંહોચ્યા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ હિમંત નગરના રૂપાલ કંપા પેટ્રોલ પમ્પ પાસે ગમ સ્ટીક બનાવતી ફેકટરી છે. શુક્રવારે પેટ્રોલ પમ્પ પાસે આવલે સ્પાર્ટેન ઇન્દ્રસ્ટ્રીઝ નામની ગમ બનાવતી ફેકટરીમાં સાંજના સમયે અચાનક આગ લાગી. ફેકટરીમાં આકસ્મિક આગ લાગતા લોકો નાસભાગ કરવા લાગ્યા. ફેકટરીમાં આગની ઘટનાને પગલે હિમંતનગરમાં નગરપાલિકાએ તાત્કાલિક ત્રણ ફાયર ફાઈટર અને મોડાસાની ફાયર ટીમને પણ તાત્કાલિક ઘટના સ્થળે મોકલી. હિમંતનગર અને મોડાસાની ફાયરટીમોએ પાણીનો મારો ચલાવતા મહામહેનતે 2 કલાકમાં આગ પર કાબુ મેળવ્યો. હજુ પણ આગ બુઝાવવાનો પ્રયાસો ચાલુ છે. ફેકટરીમાં આગની ઘટનાની જાણ થતા ગાંભોઈ પોલીસ સ્ટે.ના PSI પોતાના ડી સ્ટાફ સાથે સ્થળ પર પંહોચ્યા હતા. ઘટનાસ્થળ પર પંહોચેલ ફાયર વિભાગના કર્મચારીઓએ આગ પર કાબુ મેળવ્યો છે જો કે આગ સંપૂર્ણપણે કાબુમાં આવતા થોડો સમય લાગશે તેમ અધિકારીએ જણાવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી