Gaza-Israel Conflict/ ઈઝરાયેલને બરબાદ કરવા અમેરિકામાં જ્યોર્જ સોરોસની સંસ્થાનું ફંડિંગ

આ વિદ્યાર્થીઓને રહેવાથી લઈને ભોજન સુધીની કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે……….

Top Stories World Breaking News
Image 30 1 ઈઝરાયેલને બરબાદ કરવા અમેરિકામાં જ્યોર્જ સોરોસની સંસ્થાનું ફંડિંગ

USA News: હાવર્ડ, યેલ, બર્કલે અને કોલંબિયા સહિત અમેરિકાની ઘણી વિશ્વ કક્ષાની યુનિવર્સિટીઓ આ દિવસોમાં ઈઝરાયલ વિરોધી આંદોલન કરતા વિદ્યાર્થીઓનો અડ્ડો બની ગઈ છે. અહીંના ઘણા વિદ્યાર્થીઓ ગાઝામાં ઈઝરાયેલના હુમલા અટકાવવાની માગ સાથે યુનિવર્સિટી કેમ્પસમાં હડતાળ પર બેઠા છે. આ વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની અંદર વિવિધ સ્થળોએ ટેન્ટ લગાવી રહેવાનું શરૂ કર્યું છે. પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છે કે, જ્યાં સુધી ગાઝામાં ઈઝરાયેલ બોમ્બ ફેંકવાના બંધ નહીં કરે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ પ્રદર્શન બંધ નહીં કરે.

અમેરિકાની અનેક ટોચની યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરી રહેલા આ વિદ્યાર્થીઓને રહેવાથી લઈને ભોજન સુધીની કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. પ્રદર્શનકર્તાઓ માટે તંબૂથી લઈને ચિકન, પિઝાથી લઈને કોફી સુધીની દરેક વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

વિદેશી મીડિયાના અહેવાલ મુજબ, આ પ્રો-પેલેસ્ટાઈન વિરોધીઓને અમેરિકન અબજોપતિ યહૂદી ઉદ્યોગપતિ જ્યોર્જ સોરોસ સાથે સંકળાયેલા NGO દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

જ્યોર્જ સોરોસ ડાબેરી વિચારધારા ધરાવતા પ્રખ્યાત અમેરિકન ઉદ્યોગપતિ છે. એવું કહેવાય છે કે એકવાર જ્યોર્જ સોરોસે બેન્ક ઓફ ઈંગ્લેન્ડને બરબાદીના આરે મૂકી દીધું હતું. આ એ જ જ્યોર્જ સોરોસ છે, જેને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કટ્ટર વિરોધી માનવામાં આવે છે, એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2023માં સોરોસે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને પીએમ મોદી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

Jewish billionaire George Soros accused of 'funding pro-Palestine' college  protests while police crackdowns on students | Marca

અમેરિકાની 8થી વધુ યુનિવર્સિટીઓમાં જે વિરોધ ચાલી રહ્યો છે તેની શરૂઆત કોલંબિયા યુનિવર્સિટીથી થઈ હતી. હવે આ પ્રદર્શનમાં હાર્વર્ડ, યેલ, બર્કલે, ઓહિયો સ્ટેટ યુનિવર્સિટી અને જ્યોર્જિયાની એમોરી યુનિવર્સિટી પણ સામેલ છે.

વિદેશી મીડિયાના અહેવાલ અનુસાર, અમેરિકન યુનિવર્સિટીઓમાં જે વિરોધ થઈ રહ્યો છે તે ત્રણ યુનિવર્સિટીઓમાં ફેલોશિપ મેળવનારા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ વિદ્યાર્થીઓને યુએસ કેમ્પેઈન ફોર પેલેસ્ટિનિયન રાઈટ્સ (યુએસસીપીઆર-USCPR) તરફથી ફેલોશિપ મળે છે. જ્યારે USCPRને જ્યોર્જ સોરોસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

માહિતી મુજબ, USCPR એક અઠવાડિયામાં રોજના 8 કલાક પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરવા સારી એવી રકમ પણ ચૂકવે છે. સહકાર્યકર્તાઓને ડોલર 7800, કેમ્પસ ફેલો(વિદ્યાર્થી)ને ડોલર 2880 અને ડોલર 3660 આપે છે. અત્યાર સુધીમાં જ્યોર્જ સોરોસના NGO ઓપન સોસાયટી ફાઉન્ડેશન પાસેથી લગભગ 3 લાખ યુએસ ડોલર મળ્યા છે. તેમજ 2019 થી રોકફેલર બ્રધર્સ ફંડમાંથી 3 લાખ 55 હજાર રૂપિયા પણ મળ્યા છે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓનાં મોત

આ પણ વાંચો:60 વર્ષની આ મહિલાએ રચ્યો ઇતિહાસ, મિસ યૂનિવર્સ બ્યુનસ આયર્સનો તાજ પોતાના નામે કર્યો

આ પણ વાંચો:પાકિસ્તાન ભારતમાં થઈ રહેલી લોકસભાની ચૂંટણીને લઈને ચિંતિત