ahmedabad accident/ અમદાવાદમાં બગોદરા નજીક ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત

અમદાવાદમાં બગોદરા નજીક ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું છે. તારાપુર ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત થયુ હતું. બગોદરા પોલીસે ઘટનાસ્થળે જઈ અકસ્માત ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

Gujarat Ahmedabad Breaking News

અમદાવાદઃ અમદાવાદમાં બગોદરા નજીક ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું છે. તારાપુર ચોકડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત થયુ હતું. બગોદરા પોલીસે ઘટનાસ્થળે જઈ અકસ્માત ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે.

અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તેઓએ ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી. તેની સાથે કેટલાયને તો અકસ્માતના સ્થળે જ સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોની મદદના કારણે કેટલાય લોકોના જીવ બચી શક્યા હતા. ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

તેની સાથે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃત્યુ પામેલાઓની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની અથવા સીસીટીવીની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત સુરેન્દ્રનગર લીંબડી અમદાવાદ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જાખણના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સની બસે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 25 વધુ વ્યક્તિઓને ઇજા થી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઇવર ક્લીનર અકસ્માત સર્જયા પછી ફરાર થઈ ગયા હતા. ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત ATS અને NCBને મળી મોટી સફળતા, રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ કબ્જે કરાયું

આ પણ વાંચો:વિદેશમાં ડ્રગ્સ મોકલાવ્યું છે કહીને 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી

આ પણ વાંચો:પાલનપુરના માલણ ગામ નજીક સર્જાયો અકસ્માત, ત્રણ લોકોના કરુણ મોત