Ahmedabad News : મુંબઈથી તાઈવાન ગેરકાયદે ડ્રગ્સ મોકલ્યું હોવાનું કહીને એક વ્યક્તિને જીવનું જોખમ હોવાનું કહીને તેની સાથે 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરનારી ગેંગના વધુ એક શક્સની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીએ રોકડ રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી આપી હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સાયબર ક્રાઈમ પોલીસે આ કેસમાં રાજકોટના ધોરાજી ખાતે રહેતા મુસ્તફા ઉર્ફે રાજુ પ્લાસ્ટિક નવિવાલાની ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ 20.3.2024 ના રોજ આરોપીઓ ફરિયાદીને કોલ કરીને પાસપોર્ટ, મોબાઈલ ફોન તથા એમડીએમએ ડ્રગ્સ સહિતની ગેરકાયદે વસ્તુઓંબઈથી તાઈવાન મોકલી હોવાનું કહીને ડરાવ્યો હતો. બાદમાં ફરિયાદીને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)નું બનાવટી વોરન્ટ સ્કાઈપ દ્વારા મોકલીને ફરિયાદીને જીવનું જોખમ હોવાનું જણાવ્યું હતું. બાદમાં આરોપીઓ તેની પાસેથી 1.15 કરોડથી વધુ રકમની છેતરપિંડી કરી હતી.
આરોપીઓ તેઓ ફેડ્ક્સ કુરિયરમાંથી બોલતા હોવાનું જણાવતા હતા અને ફરિયાદીને નામે ખોટા એકાઉન્ટ ખોલાવ્યા હતા. બાદમાં આ એકાઉન્ટની રકમ મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડ માટે વપરાતા હોવાનું કહીને સીબીઆઈના અધિકારીની ઓળખ આપીને દમદાટી આપતા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે તપાસ દરમિયાન આરોપીઓની ઓળક કરીને કુતિયાણા, ઉપલેટા તથા ધોરાજી અને રાજકોટ શહેર ખાતે ચાર અલગ અલગ ટીમો મોકલીને 13 આરોપીઓને ઝડપી લીધા હતા.
આ પણ વાંચો:હવે ભાજપના NRI પણ કરશે શક્તિ પ્રદર્શન, પીએમ મોદીના સમર્થનમાં અમદાવાદથી સુરતની કાર રેલી કાઢશે?
આ પણ વાંચો:ખાનગી શાળાઓ સામે ડીઇઓની લાલ આંખ, FRCનો ચાર્ટ બોર્ડ પર મૂકે
આ પણ વાંચો:મોરબી બ્રીજ કેસમાં ઓરેવા ગ્રુપના પ્રયાસો સામે હાઇકોર્ટનો અસંતોષ