સતત 19 દિવસ સુધી ઉપવાસ કર્યા બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલે પારણાં કર્યા હતા. જોકે, પારણાં કર્યા બાદ પણ સરકાર વિરુદ્ધ લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. હાલ, હાર્દિક પટેલ બેંગાલુરૂ સ્થિત જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર લઇ રહ્યો છે.
The Bhagavad Gita says, " yoga is the journey of the self,to the self through the https://t.co/QlwtLComPp indeed has many layers, and finally,completes its journey at a higher plane. #Jindalnaturecare #Bengaluru pic.twitter.com/fRnYiZrWXB
— Hardik Patel (@HardikPatel_) September 19, 2018
હાર્દિક પટેલે ત્યાંથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા શેર કરી છે. સાથે જ ભગવત ગીતા નો ઉલ્લેખ કરતા યોગના ફાયદા જણાવ્યા હતા.
હાર્દિકે ટ્વિટ કરીને જણાવ્યું કે, ભગવત ગીતા માં લખ્યું છે કે ખુદને ઓળખવા માટે યોગા ખુબ જરૂરી છે. લાંબી પ્લેન મુસાફરી બાદ હું બેંગાલુરુ પહોંચી ગયો છું.
જણાવી દઈએ કે, આ કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં કોઈ પણ પ્રકારની એલોપથી દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં યોગા, આસન, પ્રાણાયામ, લાફિંગ થેરાપી, એક્યુપંચર, જિમ અને ફિઝિયોથેરાપી કરવામાં આવે છે.
