National/ આ સરકારના ખરાબ દિવસો બહુ જલ્દી આવશે : જયા બચ્ચને સંસદમાં સરકારને આપ્યો શ્રાપ

પહેલા દિગ્વિજય સિંહે સંસદમાં સરકાર પર આરોપો લગાવ્યા, ત્યારબાદ જયા બચ્ચનનો ગુસ્સો સરકાર પર ભડકી ગયો. તેમણે સરકારને ખરાબ દિવસો આવવાનો શ્રાપ પણ આપ્યો હતો.

Top Stories India
stock arket 1 7 આ સરકારના ખરાબ દિવસો બહુ જલ્દી આવશે : જયા બચ્ચને સંસદમાં સરકારને આપ્યો શ્રાપ

નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (સુધારા) બિલ, 2021 પર આજે રાજ્યસભામાં ચર્ચા થઈ રહી હતી. આ ચર્ચામાં સંસદનું વાતાવરણ ઉગ્ર બન્યું હતું. પહેલા દિગ્વિજય સિંહે સરકાર પર આરોપો લગાવ્યા, ત્યારબાદ સરકાર પર જયા બચ્ચનનો ગુસ્સો  ભડકી ગયો. તેમણે સરકારને ખરાબ દિવસો આવવાનો શ્રાપ પણ આપ્યો હતો.

જ્યારે જયા બચ્ચનને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એમેન્ડમેન્ટ) બિલ 2021 પર ચર્ચા કરવા માટે બોલાવવામાં આવ્યા, ત્યારે તેમણે આવતાની સાથે જ કહ્યું- ‘હું તમારો આભાર માનવા માંગતી નથી. કારણ કે મને એ સમજાતું નથી કે જ્યારે તમે આ બાજુથી બૂમો પાસી વેલમાં જતાં હતા એ યદ કરું કે પછી  આજે તમે ખુરશી પર બેઠા છો તે સમય યાદ રાખવો જોઈએ.

જયા બચ્ચનની વાત પર બીજેપી સાંસદ રાકેશ સિન્હાએ તેમના પર સંસદની ગરિમા ઓછી કરવાનો આરોપ લગાવ્યો. તેમણે સંસદના અધ્યક્ષને અંગત રીતે સંબોધન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે આ સંસદમાં વર્તન કરવાની રીત નથી, તેનાથી સંસદની  ગરિમાને ઠેસ પહોંચી છે. આ રીતે કોઈ ખુરશીનું અપમાન કરી શકે નહીં.

તે સમયે ભુવનેશ્વર કલિતા ખુરશી પર બેઠા હતા. તેમણે જય બચ્ચનને માનનીય સભ્ય કહીને તેમની વાતનું પુનરાવર્તન કરવા કહ્યું. આના પર જયા બચ્ચને કહ્યું- ‘મને માનનીય કહેવા માટે તમારો આભાર, પરંતુ જો તમે મને ખરેખર સન્માનનીય માનતા હો તો મારી વાત ધ્યાનથી સાંભળો. અમને ન્યાય જોઈએ છે. અમે તેમની (સરકાર) પાસેથી ન્યાયની આશા રાખી શકીએ નહીં, પણ શું અમે તમારી પાસેથી? તમે ગૃહના સભ્યો અને બહાર બેઠેલા 12 સભ્યો માટે શું કરો છો?’

‘તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવશે’

તેમને યાદ અપાવવામાં આવી રહ્યું હતું કે તેમણે નાર્કોટિક્સ બિલ અંગે બોલવાનું  હતું. ત્યારે જયા બચ્ચને અધ્યક્ષ ભુવનેશ્વર કલિતાને કહ્યું, ‘તમે ન બોલો, આ મારી બોલવાની તક છે.. તમે કેમ બોલી રહ્યા છો? તેમણે કહ્યું કે અમારી પાસે આ મોટો મુદ્દો ચર્ચા કરવા માટે છે પરંતુ અમે અહીં 3-4 કલાકનો સમય આપ્યો છે, માત્ર કારકુની ભૂલ પર ચર્ચા કરવા માટે. આ શું થઈ રહ્યું છે?? તે શરમજનક છે. તેમણે આગળ કહ્યું – જુઓ તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવવાના છે. જો તમારું વલણ આવું જ રહેશે તો તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવશે.

જ્યારે તેમને અટકાવવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે  તમે મને બોલાવનો મોકો જ નથી આપી રહ્યા. પણ બોલવા પણ નથી ડેટ. અમારો અવાજ દબાવી રહ્યા છે. અમારા લોકોનું ગળું દબાવી દે છે.

‘હું શાપ આપું છું’

આના પર એક સભ્યએ તેમના પર અંગત ટિપ્પણી કરી, જેના કારણે જયા બચ્ચન ગુસ્સે થઈ ગયા અને કહ્યું, ‘આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. કોઈ વ્યક્તિ વિશે વ્યક્તિગત ટિપ્પણી કેવી રીતે કરી શકે? તેમણે કહ્યું કે કોઈના દિલમાં તેમના સાથીદારો માટે અને બહાર બેઠેલા સાંસદો માટે કોઈ માન નથી. તમારા ખરાબ દિવસો આવશે. હું શાપ આપું છું.

સંસદની બહાર આવતા જયા બચ્ચને કહ્યું, ‘હું કોઈના પર અંગત ટિપ્પણી કરવા માંગતી નથી. જે પણ થયું તે દુર્ભાગ્યપૂર્ણ હતું. તેમણે આવી વાત ન કરવી જોઈતી હતી. મને આનાથી ખૂબ જ દુઃખ થયું છે.’

ગુજરાતનાં યોગી / ગુજરાતના યોગી કોને કહેવામાં આવે છે, ટ્વિટર પર  થઈ રહ્યું છે ટ્રેન્ડ 

ગાંધીનગર / આપ નેતા ઇસુદાન ગઢવીએ અમારી છેડતી કરી છે, BJP મહિલા નેતાઓના ગંભીર આરોપ

National / માલ્યા અને નીરવની મિલકતો વેચીને કેટલી વસૂલાત થઈ ? જાણો