Not Set/ મિત્રએ કહ્યું હતું કે, ક્યાંય ખોવાઈ જઈશ અને આજે રીલ દ્વારા લોકોના દિલોમાં અને કાનોમાં મારો અવાજ ગુંજી રહ્યો છે

થોડા દિવસમાં રીલ પોપ્યુલર થવા માંડતા મિત્રે મારી સાથે બણગો ફૂટ્યો અને કહ્યું કે, તારી સાથે હવે કામ કરવાની ઈચ્છા નથી અને તું ક્યાંય ખોવાઈ જઈશ અને કોઈ ઓળખશે નહીં તેવા આકરા શબ્દો કહ્યા હતા !

Mantavya Exclusive
ખુશાલી ચાવડા

મેં ITIમાં કોપાનો અભ્યાસ કર્યા બાદ હિન્દુસ્તાન યુનિલીવરના બિલીંગ ડીપાર્ટમેન્ટમાં નોકરી કરી હતી. નોકરી દરમિયાન 15 થી 20 દિવસનો ફ્રેશ થવા માટે બ્રેક લીધો હતો અને પહેલી રીલ મારી મિત્ર સાથે ડાન્સની બનાવી અને અહીંથી મારી સોશિયલ મીડિયામાં શરૂઆત થઇ! અને આ શરૂઆત કરનારી વ્યક્તિનું નામ છે ખુશાલી ચાવડા !

શરૂઆતમાં મિત્ર સાથે મળીને રીલ બનાવવાની શરૂઆત કરી હતી અને તેમાં પણ ડાન્સના વિડીયો બનાવવાની શરૂઆત કરી હતી. થોડા દિવસમાં રીલ પોપ્યુલર થવા માંડતા મિત્રે મારી સાથે બણગો ફૂટ્યો અને કહ્યું કે, તારી સાથે હવે કામ કરવાની ઈચ્છા નથી અને તું ક્યાંય ખોવાઈ જઈશ અને કોઈ ઓળખશે નહીં તેવા આકરા શબ્દો કહ્યા હતા !

આકરા શબ્દોને પણ ખુશાલીએ પોઝિટિવ લઇ પોતાનું એકાઉન્ટ શરુ કર્યું, શરૂઆત તેમાં પણ તેઓ ડાન્સના વિડીયો બનાવતા હતા. પરિવારે સાથ સહકાર આપ્યા વિના કહી દીધેલું કે, આમાં આપણું ઘર નહિ ચાલે, શોખ માટે કરવું હોય તો કરો ! ખુશાલીના પરિવારમાં બે બહેન અને એક ભાઈ છે. જોકે થોડીક અડચણ બાદ ખુશાલીના મમ્મી જ તેણીને મોટીવેટ કરવાનું શરુ કર્યું અને તેમણે અલગ અલગ વિડીયો બનાવવાના શરુ કર્યા. ડાન્સ બાદ એટીટ્યુડ દર્શાવતા વિડીયો બનાવવા શરુ કર્યા.

ખુશાલીએ મંતવ્ય ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારે બાકી બીજી બધી છોકરીઓની જેમ શાયરી વાળા કે ગીત ગાતા કે ગાળા ગાળી કરતાં વિડીયો કે રીલ બનાવવા નથી પરંતુ  લોકો પરિવાર સાથે બેસીને જોઈ શકે તેવી રીલ બનાવવી છે. અત્યારે મારી એક રીલના ચાર લાખથી પાંચ લાખ વ્યૂ એવરેજ મળતાં હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Khushali_Chawda (@d_khush_01)

 

તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં જયારે રીલ બનાવવાની શરૂઆત કરી ત્યારે હું એકલી જ બનાવતી હતી પરંતુ વધતા વ્યાપને પગલે લોકોને જોડવાનું શરુ કર્યું અને અત્યારે મારા સહિત ત્રણ લોકો મારી ટીમમાં છે. અત્યારે દર મહિને બ્રાન્ડ પ્રમોશન્સથી મારા પગાર કરતાં ત્રણ ગણા રૂપિયા કમાવી લઉં છું અને તે પણ ઘરે બેઠા તેઓ આનંદ છે. મજ્જાની વાત એ છે કે, હું ક્યારેય રીલ અપલોડ કર્યા પછી ચેક નથી કરતી કે કેટલા લાઈક મળ્યા, કેટલા વ્યૂઝ જ મળ્યા કે શું કોમેન્ટ આવી !

 

View this post on Instagram

 

A post shared by Khushali_Chawda (@d_khush_01)

 

મંતવ્ય ન્યૂઝે ખાસ તેમને રેપીડ ફાયર સવાલો પૂછ્યા હતા અને તેમને જવાબ આપતાં જણાવ્યું હતું કે, મને બોલીવૂડમાં હીરો તરીકે રણવીરસિંહ, હિરોઈન દીપિકા પાદુકોણ ગમે છે. રામલીલા ફિલ્મ મારી સૌથી ગમતી છે અને વ્હાલમ આવોને ! તથા માતાજીને લગતા ગીતો સાંભળવા ખૂબ જ ગમે છે.

 

View this post on Instagram

 

A post shared by Khushali_Chawda (@d_khush_01)

 

ખુશાલીએ પોતાના ભવિષ્ય વાત કરતાં જણાવ્યું હતું કે, મારો અવાજ લોકોના કાનમાં ગુંજતો રહે તેવી મારી ઈચ્છા છે. મને લોકો મારા અવાજથી ઓળખે અને કરોડો લોકો તેને સાંભળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને આ માટે તેઓ રેડિયો જોકી બનવા ઈચ્છી રહ્યા છે.

તેમને આ ઉપરાંત કઈ કહેવું છે તેવું પૂછવામાં આવતાં તેમણે જવાબ આપ્યો હતો કે, તમતમારે પૂછે રાખો ! રેડિયો છીએ આપણું તો ચાલતું રહેશે !