Not Set/ ડ્રોઈંગરૂમમાં ચાણક્યની તસવીર લગાવનારા અમિત શાહે કેવી રીતે તોડી કોંગ્રેસની કમર?

ચૂંટણી અંગેની રણનીતિ, આંકડામાં બાજીગરી, માઈક્રો લેવલ પ્લાનિંગ, નવા ટેલેન્ટને પોતાની સાથે રાખી, રાજનૈતિક દળોની કમર તોડીને તેને આત્મસાત કરવાની કળા અને પાર્ટીનો વિકાસ કરવાની ક્ષમતા તેમનામાં અદ્ભુત છે.

Mantavya Exclusive India
અમિત શાહ ચાણક્ય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજનીતિના ચાણકય અને ચૂંટણી સતત જીતાડતા “રાજ નેતા” તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. તેની પાછળ તેમની ચૂંટણી અંગેની રણનીતિ, આંકડામાં બાજીગરી, માઈક્રો લેવલ પ્લાનિંગ, નવા ટેલેન્ટને પોતાની સાથે રાખી, રાજનૈતિક દળોની કમર તોડીને તેને આત્મસાત કરવાની કળા અને પાર્ટીનો વિકાસ કરવાની ક્ષમતા તેમનામાં અદ્ભુત છે.

નરેન્દ્ર મોદી સાથે શરૂઆતથી તેમની પડખે

1990 ના દાયકામાં, જ્યારે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ હતી અને રાજ્યમાં શાસક કોંગ્રેસ સામે ભાજપ એકમાત્ર મુખ્ય વિપક્ષી પક્ષ હતો, ત્યારે અમિત શાહ ગુજરાત ભાજપના તત્કાલીન સંગઠન સચિવ નરેન્દ્ર મોદીના નિર્દેશન હેઠળ, માત્ર આંકડા જ નહીં પક્ષના પ્રાથમિક સભ્યો પણ તેનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવ્યું હતું. તે ભાજપ માટે ચૂંટણી બળ તરીકે ઉભરી આવી હતી. તેનાથી ભાજપ ગુજરાતના ગ્રામ્ય સ્તરે ફેલાઈ ગયું અને 1995 ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવ્યું હતું અને ત્યાર બાદ ભાજપે ગુજરાતમાં ક્યારેય પાછું વળીને જોયું નથી.

amit shah narendra modi ડ્રોઈંગરૂમમાં ચાણક્યની તસવીર લગાવનારા અમિત શાહે કેવી રીતે તોડી કોંગ્રેસની કમર?

જોકે 1995 માં રચાયેલી ભાજપ સરકાર 1997 માં પડી પણ ગઈ હતી પરંતુ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જાગી ચૂક્યો હતો.  આ દરમિયાન અમિત શાહે ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશનના ચેરમેન તરીકે બીજો મોટો જાદૂ કર્યો હતો. તેમણે નિગમને  સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરાવી દીધું હતું. ત્યારબાદ તેમણે ગુજરાતમાં સહકારી ચળવળ પર કોંગ્રેસની પકડને નબળી બનાવી દીધી હતી અને આંકડાઓની માયાજાળ દ્વારા સહકારી બેંકો, ડેરીઓ અને કૃષિ બજારોમાં પ્રવેશ કરીને ત્યાં ચૂંટણી જીતવાનું શરૂ કરી દીધું હતું.

મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મ

22 ઓક્ટોબર, 1964 ના રોજ મુંબઈમાં જન્મેલા અમિત શાહની રાજકીય એન્ટ્રી વર્ષ 1983 માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) માં 19 વર્ષના તેજસ્વી યુવાન તરીકે થઈ હતી. લગભગ અઢી વર્ષ પછી તેઓ ભાજપમાં જોડાયા અને બીજા જ વર્ષે તેઓ ભાજપ યુવા મોરચાના સભ્ય બન્યા હતા. પાર્ટીએ સૌપ્રથમ તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં નારણપુરા વોર્ડની જવાબદારી આપી હતી, જ્યાં તેઓ જીત્યા હતા. આ પછી તેમણે યુવા મોરચાના ખજાનચી અને પછી રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા હતા.

અડવાણી-વાજપેયી માટે ચૂંટણી વ્યવસ્થા

વર્ષ  1989 ની લોકસભાની ચૂંટણીમાં તેમને ગાંધીનગર બેઠક પર લાલકૃષ્ણ અડવાણીની ચૂંટણી વ્યવસ્થા કરવાનું કાર્ય  સોંપવામાં આવી હતી. ત્યારબાદ અમિત શાહ સતત વર્ષ 2009 સુધી ગાંધીનગરમાં અડવાણી માટે ચૂંટણીનું સંચાલન કરવાનું ચાલુ રાખ્યું હતું. જયારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગાંધીનગરથી ચૂંટણી લડી ત્યારે પણ અમિત શાહે ચૂંટણી વ્યવસ્થા સંભાળી હતી.

ડ્રોઈંગરૂમમાં ચાણક્ય અને વીર સાવરકરના ચિત્રો

પોતાના ડ્રોઈંગરૂમમાં ચાણક્ય અને સાવરકરના ચિત્રો લગાવનારા અમિત શાહ શુદ્ધ શાકાહારી છે. તેમણે 1997 માં પ્રથમ ચૂંટણી લડી હતી. તેમણે સરખેજ વિધાનસભા તમામ બેઠકની પેટાચૂંટણી 25,000 મતોના અંતરથી જીતી હતી. બીજા જ વર્ષે એટલે કે 1998 ની ચૂંટણીમાં તેમણે 1.30 લાખ મતોથી આ બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારબાદ  તેમણે આ જ બેઠક પરથી 2002 અને 2007 ની ચૂંટણી પણ જીતી હતી. વર્ષ 2012 માં તેમણે નારણપુરાથી ચૂંટણી લડી હતી અને જીત્યા હતા.

કેન્દ્રીય રાજનીતિમાં પ્રવેશ

વર્ષ 2013 માં તેમણે કેન્દ્રીય રાજકારણમાં પગ મૂક્યો હતો. તેમને પાર્ટીના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે દેશભરમાં વ્યાપક પ્રવાસો કર્યા અને 2014 ની ચૂંટણી માટે એક વ્યાપક વ્યૂહરચના બનાવી હતી.  શાહે તમામ રાજ્યોમાં નાના પક્ષો સાથે ગઠબંધન કર્યું અને આ અંતર્ગત  તેમણે ખાસ કરીને પછાત તથા સૌથી પછાત જાતિના ઘણા નેતાઓને ભાજપ સાથે લાવ્યા અને પાર્ટીને બ્રાહ્મણો અને વાણીયાઓની પાર્ટીની ઈમેજથી બહાર લાવવાની કોશિશ કરી હતી.વર્ષ 2014 ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની પ્રતિભાના પ્રદર્શન સાથે સુસંગત હતી અને પાર્ટીએ મોટી જીત મેળવી હતી. વર્ષ 2019 ની સામાન્ય ચૂંટણીઓ પહેલા, તેમણે ભાજપને માત્ર 11 કરોડ કાર્યકર્તાઓની પાર્ટી બનાવી હતી એટલું જ નહિ પરંતુ મોદી સરકારની યોજનાઓથી લાભ પામેલા લોકોનો ડેટા એકત્ર કરીને તેને વોટ બેંકમાં રૂપાંતરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.