Not Set/ પંજાબના CMએ પણ સિદ્ધુએ પાક. આર્મી ચીફને ગળે મળાવવા અંગે લીધા આડે હાથ, કહ્યું કઈક ખાસ, વાંચો

નવી દિલ્હી, ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુનો પાકિસ્તાન પ્રવાસ વિવાદ ભર્યો જોવા મળી રહ્યો છે. શપથવિધિ સમારોહમાં સિદ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળતા જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે સિદ્ધુને અટારી વાઘા બોર્ડર પરથી દેશમાં પાછા ફરવાની સાથે જ વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. #WATCH: Punjab CM Capt Amarinder […]

Top Stories India Trending
પંજાબના CMએ પણ સિદ્ધુએ પાક. આર્મી ચીફને ગળે મળાવવા અંગે લીધા આડે હાથ, કહ્યું કઈક ખાસ, વાંચો

નવી દિલ્હી,

ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા પંજાબ સરકારમાં મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુનો પાકિસ્તાન પ્રવાસ વિવાદ ભર્યો જોવા મળી રહ્યો છે. શપથવિધિ સમારોહમાં સિદ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળતા જોવા મળ્યા હતા, ત્યારબાદ હવે સિદ્ધુને અટારી વાઘા બોર્ડર પરથી દેશમાં પાછા ફરવાની સાથે જ વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.

નવજોતસિંહ સિધ્ધુના પાકિસ્તાનના આર્મી ચીફને ગળે મળવા અંગે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરદિર સિંહે પણ સવાલો ઉઠાવતા તેને ખોટું ગણાવ્યું છે.

Dk9Cw8vUYAAZ0RE પંજાબના CMએ પણ સિદ્ધુએ પાક. આર્મી ચીફને ગળે મળાવવા અંગે લીધા આડે હાથ, કહ્યું કઈક ખાસ, વાંચો

અમરદિર સિંહે વધુમાં કહ્યું, “દરરોજ અમારા જવાનો શહીદ થઇ રહ્યા છે. વ્યક્તિને સમજવું જોઈએ કે, અમારા જવાનો બોર્ડર પર શહીદ થઇ રહ્યા છે. મારા પોતાના રેજિમેન્ટે એક મેજર અને બે જવાનોને ગત મહિનામાં ખોયા અને દરરોજ કોઈ ને કોઈ જવાન ગોળીઓના શિકાર બની રહ્યા છે. આ મામલે દોષ કોનો છે ? જે ગોળીઓ ચલાવી રહ્યા છે તે કે સેના પ્રમુખનો, જે ઓર્ડર આપે છે અને સેના પ્રમુખ બાજવા છે.

સિદ્ધુના ઇમરાન ખાનની શપથવિધિમાં શામેલ થવા અંગે પંજાબના CMએ કહ્યું, “જ્યાં સુધી સિદ્ધુના શપથવિધિમાં શામેલ થવાની વાત છે તો ત્યાં તેઓ વ્યક્તિગત રીતે ગયા હતા અને પંજાબ સરકારનો આ સાથે કોઈ તર્ક નથી.

navjot siddu પંજાબના CMએ પણ સિદ્ધુએ પાક. આર્મી ચીફને ગળે મળાવવા અંગે લીધા આડે હાથ, કહ્યું કઈક ખાસ, વાંચો

POKના રાષ્ટ્રપતિ સાથે સિદ્ધુના બાજુમાં બેસવા અંગે અમરદિર સિંહે, “હોઈ શકે છે તેઓને આ ખબર નહિ હોય કે તેઓ પીઓકેના રાષ્ટ્રપતિ કોણ છે”.

મહત્વનું છે કે, શનિવારે યોજાયેલી ઇમરાન ખાનની શપથવિધિ સમારોહમાં શામેલ થયેલા નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાના ગળે મળતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત તેઓ POKના રાષ્ટ્રપતિ મસૂદ ખાનની બાજુમાં સિદ્ધુના બેસવા અંગે પણ સવાલો ઉભા થયા હતા.

બીજી બાજુ ભાજપ દ્વારા આ મામલે સખ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હરિયાણા સરકારમાં મંત્રી અનિલ બીજે કહ્યું, “જયારે પૂરો દેશ શોક મનાવી રહ્યો હોય ત્યારે સિધ્ધુ ધૂમધામથી શપથવિધિ સમારોહમાં ભાગ લે છે. આ ઉપરાંત ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ નિશાન સાધતા કહ્યું હતું કે, “શું કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નવજોત સિધ્ધુને સસ્પેન્ડ કરશે ?”.