Not Set/ “રામ રાખે તેને કોઇ ન ચાખેં”- મા ને બે ફાડમાં ચીર આગળ નીકળી ગયેલી ટ્રેન પણ કશું ન બગાળી શકી આ માસુમનું

દિલ્હી સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ પોતાનાં ગંતવ્ય સ્થાન પર જઇ રહી હતી. અચાનક જ એક મહિલાએ જંકશન પાસે મ્યુઝિયમ ફાટક ખાતે, કોઇ અગમ્ય કારણ સર પડતું મુક્યું.  આ સમયે મહિલાના ખોળામાં એક માસૂમ બાળકી પણ હતી. ધસમસતી આવી રહેલી ટ્રેનને તે મા ની મજબૂરીની શી ખબર પડે, કે ન ખબર પડે, મા નાં ખોળામાં રહેલી નિર્દોશ […]

India
Railway track.jpeg1 "રામ રાખે તેને કોઇ ન ચાખેં"- મા ને બે ફાડમાં ચીર આગળ નીકળી ગયેલી ટ્રેન પણ કશું ન બગાળી શકી આ માસુમનું

દિલ્હી સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ પોતાનાં ગંતવ્ય સ્થાન પર જઇ રહી હતી. અચાનક જ એક મહિલાએ જંકશન પાસે મ્યુઝિયમ ફાટક ખાતે, કોઇ અગમ્ય કારણ સર પડતું મુક્યું.  આ સમયે મહિલાના ખોળામાં એક માસૂમ બાળકી પણ હતી. ધસમસતી આવી રહેલી ટ્રેનને તે મા ની મજબૂરીની શી ખબર પડે, કે ન ખબર પડે, મા નાં ખોળામાં રહેલી નિર્દોશ ફૂલનું મા સાથે કે મા પછી શું થશે. ટ્રેન પોતાનાં કર્મમાં નિષ્ઠતાની સાથે મા ને બે ફાડામાં ચીરી આગળ વધી ગઇ. શું થયું હશે મા નાં ખોળામાં રહેલ તે ફૂલનું ?

“કહેવાય છે ને કે રામ રાખે તેને કોઇ ન ચાખેં”

“કહેવાય છે ને કે રામ રાખે તેને કોઇ ન ચાખેં”, મા ને બે ફાડમાં ચીર આગળ નીકળી ગયેલી ટ્રેન પણ આ બાળકીનું કશું બગાડી ન શકી, અલબત કહી શકાય કે શારિરીક નુકશાન કરી શકી નહીં. કારણ કે મા વિનાની દિકરીની સામાજીક હાલત તો આપણે જાણીએ જ છીએ. બાળકીનો જીવ બચી ગયો. બાળકને એક પણ ખરોચ આવી નથી.  માતાનાં કે મહિલાનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીએમસીએચ મોકલી દેવાયો છે. બાળકને હાલતો ચાઇલ્ડ હેલ્પલાઈનને સોંપવામાં આવ્યું છે. બાળકીના ભવિષ્ય વિશે તો ખબર નથી, પરંતુ વર્તમાનમાં તે નશીબની બળુકી પુરવાર થઇ છે.

Railway track "રામ રાખે તેને કોઇ ન ચાખેં"- મા ને બે ફાડમાં ચીર આગળ નીકળી ગયેલી ટ્રેન પણ કશું ન બગાળી શકી આ માસુમનું

આવો છે આત્મહત્યાનો ઘટના ક્રમ

જો કે, આ અકસ્માતને કારણે ટ્રેન 35 મિનિટ વિલંબ સાથે દિલ્હી જવા રવાના થઈ હતી. આરપીએફના ઇન્સ્પેક્ટર જવાહરલાલે જણાવ્યું હતું કે મૃતક પુનીતા દેવી હતી, જે કન્હૈયાલાલ દેવકી (38) ની પત્ની હતી, જે સદર બ્લોકના ઝફરામાં રહેતી હતી. તેની સાત મહિનાની બાળકીનું નામ અંશીતા રાખવામાં આવ્યું છે. એવું કહેવામાં આવે છે કે, મ્યુઝિયમ ફાટક નજીક, દરભંગા જંકશનથી ટ્રેનનું ફાટક ખોલતીની સાથે જ અચાનક મહિલા તેની બાળકી સાથે ટ્રેનની આગળ કૂદી ગઈ હતી.

આમ નિપજ્ય મૃત્યું, બાળકીનો થયો બચાવ

જો કે, ડ્રાઇવરે ટ્રેનને બ્રેક્સ લગાવી હતી, પરંતુ ત્યાં સુધીમાં એન્જિનનું પહેલું પૈડું મહિલા ઉપરથી નીકળી ચૂક્યું હતું. અને મહિલાનું માથું ધડમાંથી અલગ થઇ ગયું હતું. આ દરમિયાન મહિલાની છાતી સાથે વળગી રહેલી સાત મહિનાની બાળકી બચી ગઈ હતી. લગભગ અડધા કલાક પછી આરપીએફ અને જીઆરપીની મદદથી મહિલાનો મૃતદેહ એન્જિનની નીચેથી કાઢવામાં આવ્યો. આ પછી ટ્રેન દિલ્હી જવા રવાના થઈ હતી. ઘટના દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.