Not Set/ ચારધામ યાત્રા 2019 : બદ્રીનાથમાં ચારે તરફથી કાદવ- કીચડ જમા થતાં હાઇવે બંધ, કેદારનાથમાં પણ ભારે વરસાદ ની આગાહી

આજે બદ્રીનાથ હાઇવે ચાર સ્થળોએ કાદવ કીચડ જમા થવા ને કારણે બંધ કરવામાં આવ્યો છે. રસ્તામાં ફસાયેલા મુસાફરો હાઇવે ખૂલવાની રાહ જોઈ રહ્યા છે.  મળતી માહિતી મુજબ પીપલકોટી, પાગલનાલા, ગોવિંદઘાટ અને લાંબગાડમાં બહુ ભારે માત્ર માં કીચડ ને કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. તો, રુદ્રપ્રયાગથી કેદારનાથ સુધી કાળા ભમ્મર વાદળો છવાયેલા જોવા મળી […]

India
કેદારનાથ ચારધામ યાત્રા 2019 : બદ્રીનાથમાં ચારે તરફથી કાદવ- કીચડ જમા થતાં હાઇવે બંધ, કેદારનાથમાં પણ ભારે વરસાદ ની આગાહી

આજે બદ્રીનાથ હાઇવે ચાર સ્થળોએ કાદવ કીચડ જમા થવા ને કારણે બંધ કરવામાં આવ્યો છે. રસ્તામાં ફસાયેલા મુસાફરો હાઇવે ખૂલવાની રાહ જોઈ રહ્યા છે.  મળતી માહિતી મુજબ પીપલકોટી, પાગલનાલા, ગોવિંદઘાટ અને લાંબગાડમાં બહુ ભારે માત્ર માં કીચડ ને કારણે બદ્રીનાથ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. તો, રુદ્રપ્રયાગથી કેદારનાથ સુધી કાળા ભમ્મર વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે. કાળા વાદળોને કારણે દહેરાદૂન સહિત આસપાસના વિસ્તારોમાં ભેજ અને ગરમીથી લોકો પરેશાન છે.

હરિદ્વારમાં પણ આખી રાત ભારે વરસાદ વરસ્યો હતો. અને સમગ્ર શહેરમાં પાણી ભરાયા હતા. જ્વાલાપુર, કાંકલ, અપર રોડ બજારમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ સવાર સુધીમાં પાણી ઓસરી જતાં લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો.

હજી વરસાદની સંભાવના છે

રાજધાની દહેરાદૂન સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ  દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ, મોટાભાગના વિસ્તારો વાદળછાયા રહશે. ત્યારે કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પણ પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.