રાજસ્થાન/ ગેહલોત કેબિનેટનું પુનર્ગઠન, 15 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકે શપથ

રાજસ્થાનમાં નવા કેબિનેટની રચના બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને મંત્રી બનેલા તમામ ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “રાજસ્થાન સરકારના મંત્રી તરીકે શપથ લેનારા તમામ ધારાસભ્યોને અભિનંદન.

India
kangana 4 ગેહલોત કેબિનેટનું પુનર્ગઠન, 15 ધારાસભ્યોએ લીધા મંત્રી તરીકે શપથ

આજે રાજસ્થાનમાં મંત્રીમંડળનું પુન:ગઠન કરવામાં આવ્યું છે. શપથ લેતા પહેલા સચિન પાયલટે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હવે બધુ બરાબર છે. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે કહ્યું કે જે ઉણપ હતી તે દૂર થઈ ગઈ છે અને બધુ બરાબર છે, આખી પાર્ટી એક છે. પરંતુ આ દરમિયાન કેટલાક ધારાસભ્યોની નારાજગીનો મામલો પણ સામે આવી રહ્યો છે. તે જ સમયે, કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત બાદ આજે સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. આ બેઠક 27 નવેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હેમા રામ ચૌધરીએ 6ઠી વખત ધારાસભ્ય રહીને મંત્રી તરીકે શપથ લીધા હતા.કુલ 15 ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાંથી 11 ધારાસભ્યો કેબિનેટ મંત્રી છે જ્યારે 4 રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

રાજસ્થાનમાં નવા કેબિનેટની રચના બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે ટ્વિટ કરીને મંત્રી બનેલા તમામ ધારાસભ્યોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને કહ્યું, “રાજસ્થાન સરકારના મંત્રી તરીકે શપથ લેનારા તમામ ધારાસભ્યોને અભિનંદન. છેલ્લા 35 મહિનામાં અમારી સરકારે રાજ્યને સંવેદનશીલ, પારદર્શી અને જવાબદાર સુશાસન આપવાનું કામ કર્યું છે. તમામ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ અમારી સરકારે રાજ્યને વિકાસના માર્ગે આગળ ધપાવી છે.

જો કે શપથ ગ્રહણ સમારોહ પહેલા ભાજપના અમિત માલવિયાએ ટોણો મારતા જણાવ્યુ હતું કે, જ્યાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાં 3 મહિલા મંત્રીઓ છે

પ્રિયંકા ગાંધીએ યુપીમાં મહિલાઓને 40 ટકા ટિકિટ આપવાની જાહેરાત કરી છે. ત્યારપછી ભાજપે અનેકવાર તેમને ઘેર્યા છે. રાજસ્થાનમાં આજે મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની છે. નવી કેબિનેટમાં 3 મંત્રીઓને સ્થાન આપવા પર ભાજપે ફરી એક વાર કટાક્ષ કર્યો છે. બીજેપી નેતા અમિત માલવિયાએ ટ્વિટ કર્યું કે જ્યાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાં 15માંથી માત્ર 3 મંત્રીઓ એટલે કે 20 ટકા મહિલાઓ છે અને યુપીમાં જ્યાં તે ચોથા નંબર પર છે ત્યાં 40 ટકા લોકો ટિકિટ આપવાનું ખોટું વચન આપી રહ્યા છે.

  • ગહેલોત સરકાર-2.0
  • 15 ધારાસભ્યો મંત્રી તરીકે લીધા શપથ
  • 11 ધારાસભ્યોને કેબિનેટના મંત્રી બનાવાયા
  • 4 ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા

હેમારામ ચૌધરી

  • 6 વખત ધારાસભ્ય
  • ગુઢમલાની છે ધારાસભ્ય
  • વિધાનસભાના રહી ચૂક્યા છે વિપક્ષનેતા
  • સચિન પાયલટના છે વિશ્વાસુ
  • કેબિનેટમંત્રી તરીકે લીધા શપથ

મહેન્દ્રજીતસિંહ મલવીયા

  • બાગીડોરાના છે ધારાસભ્ય
  • રાજસ્થાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ
  • અશોક ગહેલોતના વિશ્વાસુ
  • રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી
  • કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

રામ લાલ જાટ

  • માંડલના છે ધારાસભ્ય
  • રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી
  • અશોક ગેહલોતના વિશ્વાસુ
  • રાજસ્થાન કોંગ્રેસના ઉપાધ્યક્ષ
  • કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ

મહેશ જોશી

  • કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
  • હવામહલ વિધાનસભાના ધારાસભ્ય
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા
  • અશોક ગેહલોતના વિશ્વાસ

વિશ્વેન્દ્રસિંહ

  • કેબિનેટમંત્રી તરીકે લીધા
  • ડીગ કુમ્હેરથી છે ધારાસભ્ય
  • રાજસ્થાનના પૂર્વ પર્યટનમંત્રી
  • 2008 પહેલા હતા ભાજપમાં
  • લોકસભા સાંસદ પણ રહી ચૂક્યા છે

રમેશ મિણા

  • અશોક ગહેલોતના વિશ્વાસુ
  • રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી
  • વિપક્ષના ઉપનેતા રહી ચૂક્યા છે
  • સપોટરાથી છે ધારાસભ્ય

મમતા ભૂપેશ બૈરવા

  • સિકરાયથી છે ધારાસભ્ય
  • પૂર્વ મહિલા અને વિકાસ મંત્રી
  • મહિલા કોંગ્રેસના મહાસચિવ છે
  • અશોક ગેહલોતના છે વિશ્વાસુ

ભજનલાલ જાટવ

  • વૈરથી છે ધારાસભ્ય
  • રાજસ્થાન સરકારમાં હતા રાજ્યમંત્રી
  • કિબિનેટમંત્રી તરીકે લીધા શપથ

ટીકારામ જૂલી

  • રાજસ્થાન સરકારમાં પૂવ શ્રમમંત્રી
  • અલવર ગ્રામીણમાંથી છે ધારાસભ્ય
  • કેબિનેટમંત્રી તરીકે લીધા શપથ

ગોવિંદરામ મેઘવાલ

  • ખાજૂવાલાથી છે ધારાસભ્ય
  • પૂર્વ સંસદીય સચિવ રહીચૂક્યા છે
  • કેબિનેટમંત્રી તરીકે લીધા શપથ
  • ગોવિંદરામ વરિષ્ઠ કોંગ્રેસના નેતા

શકુંતલા રાવત

  • બાનસૂરથી ધારાસભ્ય
  • મહિલા કોંગ્રેસના પૂર્વ મહાસચિવ
  • અશોક ગહેલોતના વિશ્વાસુ
  • કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
  • બીજી વખત કેબિનેટ મંત્રી બન્યા

બૃજેન્દ્ર ઓલા

  • ઝુંઝુનૂથી છે ધારાસભ્ય
  • રાજસ્થાનના પૂર્વ મંત્રી
  • સચિન પાયલટના છે વિશ્વાસુ
  • રાજ્યમંત્રી તરીકે લીધા મંત્રી

મુરાલીલાલ મીણા

  • રાજસ્થાન સરકારમાં પૂર્વમંત્રી
  • સચિનપાયલટના છે વિશ્વાસુ
  • દૌસાથી ધારાસભ્ય
  • રાજ્યમંત્રી તરીકે લીધા શપથ

રાજેન્દ્રસિંહ ગુઢા

  • ઉદયપુરવાટીથી છે ધારાસભ્ય
  • રાજસ્થાન સરકારના પૂર્વ મંત્રી
  • રાજયમંત્રી તરીકે લીધા શપથ
  • અશોક ગહેલોતના છે વિશ્વાસુ

જાહિદાખાન

  • કામાંથી છે ધારાસભ્ય
  • અશોક ગહેલોતના છે વિશ્વાસુ
  • aiccના છે સદસ્ય
  • રાજ્યમંત્રી તરીકે લીધા શપથ

ગુજરાત / પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે કોઇ મતભેદ નહીં : પૂર્વ સી.એમ રૂપાણીની સ્પષ્ટતા

આગ / અમરેલીમાં રહેણાંક મકાનમાં લાગી આગ, માતા અને બે દીકરીઓના મોત