નવી દિલ્હી,
ફ્રાન્સનાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ દ્વારા રાફેલ ડીલ વિવાદના મુદ્દે આપવામાં આવેલા નિવેદનને લઇ દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં વિપક્ષી પાર્ટી કોંગ્રસ દ્વારા વર્તમાન મોદી સરકાર અને પીએમ મોદી સતત નિશાન સાધવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ મામલે નાણામંત્રી અરુણ જેટલી આગળ આવ્યા છે અને સરકાર પાર લગાવવામાં આવી રહેલા તમામ આરોપોને નકારી કાઢ્યા છે.
કોઈ પણ સંજોગોમાં રદ્દ નહિ થાય રાફેલ ડીલ
સમાચાર એન્જસી ANI સાથેની ખાસ વાતચીતમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, રાફેલ ડીલ એક પારદર્શક કરાર છે અને જેને રદ્દ કરવાનો કોઈ સવાલ ન નથી. જ્યાં સુધી ફાઈટર પ્લેન રાફેલની કિંમતનો સવાલ છે તો, તમામ આંકડાઓ કેગ પાસે છે. કોંગ્રેસ પણ કેગ પાસે ગઈ હતી.
તેઓએ જણાવ્યું હતુ કે,”અમે કેગના રિપોર્ટની પ્રતીક્ષા કરીશું”.
ફાઈટર પ્લેન રાફેલની કિંમતનો લઇ સરકાર અંગે અરુણ જેટલીએ સ્પષ્ટતા કરતા કહ્યું, “ફ્રાંસ અને ભારત વચ્ચે એક ગુપ્ત કરાર કોંગ્રેસની UPA સરકાર દરમિયાન થયો હતો અને આ કરાર પર પૂર્વ રક્ષામંત્રી એ કે એન્ટનીના હસ્તાક્ષર પણ છે”.
ઓલાંદ અને રાહુલની જુગલબંધી અંગે જેટલીએ ઉઠાવ્યા સવાલ
ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્સવા ઓલાંદ દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે, તેઓ દ્વારા આપવામાં આવેલું નિવેદનમાં આશ્ચર્ય નહિ થાય કે તમામ વાતો સમજી વિચારીને કહેવામાં આવી હોય.
તેઓએ સવાલ ઉભા કરતા કહ્યું, “રાહુલ ગાંધીએ ૩૦ ઓગષ્ટના ટ્વિટ કરતા જણાવ્યું થું કે, આવનારા દિવસોમાં આ મામલે કેટલાક ધમાકાઓ થઇ શકે છે. ત્યારે શું રાહુલ ગાંધીને ખબર હતી કે, આ નિવેદન આવવાનું છે ?. આ એક પ્રકારની જુગલબંધી છે, તેના અંગે મારા પાસે કોઈ પુરાવાઓ નથી”.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાફેલ ડીલ અંગે પૂર્વ ફ્રાંસીસી રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદ દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું હતું કે, “અબજો ડોલરના આ સોદામાં ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને દસોલ્ટ એવિએશનના ભાગીદાર બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો”