Not Set/ ભાવવધારો: સત્તાધીશો અહંકારમાં અને વિપક્ષ હતાશામાં

ભાવવધારા અને ભ્રષ્ટાચારના મુદ્દાને ચગાવી ર014માં સત્તા મેળવનારાઓ અને નબળા અને વેરવિખેર વિપક્ષના કારણે સત્તા ટકાવનારાઓ તો લોકોની વેદના પર હસે છે.

India Trending
Untitled 44 ભાવવધારો: સત્તાધીશો અહંકારમાં અને વિપક્ષ હતાશામાં

વિપક્ષી નેતાઓ પોતાના મોઢા પર એક સાથે બે માસ્ક પહેરીને બેસી ગયા હોય તેવી હાલત : પ્રજા માટે તો અચ્છા દિન કયારે આવશે તેની રાહ જ જોવાની !

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

કાળમુખો કોરોના કેડો ન મુકતો હોય તેમ સાવ ગયો નથી. બીજી લહેર જઈ રહી હોવાના દાવા વચ્ચે કેસ ઘટી રહ્યા છે. પરંતુ જેને કોરોનાની આડ અસર સહીતની અનેક બાબતોનું પરિણામ માનવામાં આવે છે તે મ્યુકરમાઇકોસીસ એક યા બીજા સ્વપે અસ્તિત્વમાં છે. તેની કોઇ ના પાડી શકે તેમ નથી. જયારે ત્રીજી લહેરની વાતો બિહામણા સ્વપે નિષ્ણાંતો દ્વારા સાંભળવા મળે છે તો બીજી બાજુ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો જ ખેલ 3જીમેએ શ થયો છે. તે અટકવાનુ નામ લેતો નથી. અને વિક્રમ સર્જક સપાટી પર પહોંચી રહ્યો છે. 70 વર્ષમાં જે કંઇ નથી થયુ તેના કરતા વધુ કામ છેલ્લા સાત વર્ષમાં થયુ છે તેવા સરકારના દાવા વચ્ચે લોકોને કયારેય ન મળી હોય તેવી મોંઘવારીની ભેટ તો મળી જ છે. કોરોનાની બીજી લહેર આક્રમક સ્વપમાં હતી ત્યારે આપણા રાજકારણીઓ પશ્ર્ચિમ બંગાળ સહીતની રાજયોની ચુંટણીમાં મહાલતા હતા અને એક તબકકે રોમ ભડકે બળતુ હતુ. ચુંટણી બાદ આ તમામ ચુંટણીવાળા રાજયોમાં કોરોના એટલો બધો વકર્યો છે કે ત્યાં હાલના તબકકે લોકડાઉન સહીતના હાથવગા અને નિષ્ણાંતોએ સાવ સસ્તુ બનાવી દીધુ છે. તેવા હથિયારનો વારંવાર ઉપયોગ થઇ રહ્યો છે. આ પણ એક વરવી વાસ્તવિકતા છે. આ બધા વચ્ચે ફરી પાછો મોંઘવારીનો ભોરીંગ લોકોને બરાબર ભરડો લઇ રહ્યો છે. અને બીજા બધા તો ઠીક પણ ગરીબ મઘ્યમ અને શ્રમજીવી તેમજ મયર્દિીત આવક ધરાવતો વર્ગ તેમાં પીંસાઇ રહ્યો છે.

himmat thhakar ભાવવધારો: સત્તાધીશો અહંકારમાં અને વિપક્ષ હતાશામાં
પશ્ર્ચિમ બંગાળ સહીત પાંચ રાજયોની ચુંટણીના પરિણામ જાહેર થયાના બીજા જ દિવસથી એટલે કે ત્રીજી મેથી પેટ્રોલ-ડિઝલના ભાવો વધવા શ થયા છે. જે આજની તારીખમાં પણ ચાલુ છે. કોક દિવસ 15 પૈસા વધે તો કોક દિવસ 25  પૈસા વધે છે. વચ્ચે એકાદ દિવસ સ્થિર પણ રહે છે પરંતુ ઘટવાનુ નામ લેતા નથી એક અંદાજ પ્રમાણે 18 દિવસના ભાવવધારામાં પેટ્રોલના ભાવ 1 લીટરે સાડા ચાર જેટલા વઘ્યા છે. તો ડિઝલના ભાવમાં પાંચેક પિયા જેવો ધરખમ વધારો થયો છે. આ એક વાસ્તવિકતા છે. કેટલાક રાજયોમાં તો પેટ્રોલના ભાવ સદી ફટકારી આગળ વધી રહ્યા છે. અને ડીઝલના ભાવ પણ 90 કરતા વધી ગયા છે. આપણા ગુજરાતમાં પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધી ગયા છે અને પેટ્રોલ કરતા ડીઝલ લગભગ 40 પૈસા મોંઘુ છે. છેલ્લા ત્રણ વર્ષમાં આવુ પહેલીવાર બન્યુ છે. સાત વર્ષ પહેલા સરકાર જેનુ બહાનુ આપે છે તે ક્રુડના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 1 બેરલના 110 ડોલર હતા તેવે સમયે પેટ્રોલ અને ડિઝલ 1 લિટરના 7પ રૂપિયાના ઓછા ભાવે 1 લીટર મળતુ હતું.  2012માં તો ડીઝલના ભાવ 6પ પિયા જેવા હતા અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડના ભાવ વધીને 67 ડોલર જેવા છે. કોક દિવસે 69 ડોલર પણ હોય છે. આમ છતા પેટ્રોલ અને ડીઝલના ભાવ 90ની સપાટીને વટાવી ચુકયા છે. મુંબઇ, રાજસ્થાન, ચેન્નાઇના કેટલાક શહેરોમાં તો પેટ્રોલ અને ડીઝલના ભાવ સદી ફટકારીને ઉપર જણાવી ગયા તે પ્રમાણે વિક્રમસર્જક સપાટીએ પહોંચી ગયા છે તે બાબતની નોંધ હાલના તબકકે લીધા વગર ચાલે તેમ નથી.

હાય રે ! મોંઘવારી પર નિબંધ Inflation Essay in Gujarati

આ બધા સંજોગો વચ્ચે પરિસ્થિતિએ ઉભી થઇ છે કે સોશિયલ મિડીયામાં એવી કોમેન્ટ શ થઇ ગઇ છે કે સાત વર્ષમાં બીજુ કોઇ થયુ હોય કે ન હોય પણ ભાવવધારાએ લોકોની બેહાલી તો અવશ્ય કરી નાખી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ0 પૈસા કે એક પિયાનો વધારો થાય ત્યારે 2011-12ના ભાવ સમય ગાળા દરમ્યાન દેશ વ્યાપી ધરણા કાર્યક્રમ યોજાનારા અને તત્કાલિન સરકાર વિઘ્ધ ગમે તેવો અપપ્રચર શરુ કરી દેનારા સત્તા પર છે. અને આ ભાવવધારો ડામવાના વચન સાથે જેમને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો છે. તેવે સમયે આમાંથી કોઇ એક શબ્દ બોલતુ નથી. આંતરરાષ્ટ્રીય ભાવ તો પહેલા કરતા ઓછા છે પણ 38 ટકા જેટલી એક એકસાઇઝ ડયુટીના કારણે જે તે સરકારોએ વધારેલી વેટના કારણે લોકોને પેટ્રોલ-ડિઝલ મોંઘુ મળે છે તે વાત ભુલીને વેરો નહી ઘટે ના ગાણા ચાલુ રાખે છે. અને સાથો સાથ પોતાની સાત વર્ષની કહેવાતી સિઘ્ધીઓના ગાણા ગાવાની એક પણ તક ગુમાવતા નથી. આની સામે સોશિયલ મિડીયામાં એવી ટકોર પણ આવે છે કે ઘણા લોકોને પેટે પાટા બાંધીને નહી પણ કોરોનાના કહેર વચ્ચે જેમ કોરોના સાથે જીવવુ પડે છે તેમ ભાવવધારાથી પીંસાઇને જીવવુ પડે તેવી હાલત છે.

central-government-would-announce-4-percent-increase-in-da-this-month-know-how-much-dearness-allowance-will-you-get-after-increment-central-employees-gh-mb–  News18 Gujarati
ભાવવધારા અને ભ્રષ્ટાચારના મુદ્દાને ચગાવી ર014માં સત્તા મેળવનારાઓ અને નબળા અને વેરવિખેર વિપક્ષના કારણે સત્તા ટકાવનારાઓ તો લોકોની વેદના પર હસે છે. અને કેટલાક તેમના શુભેચ્છ કો તો રામ રાજ્યની વાતો કરીને લોકોને ઘણા કિસ્સામાં ભૂખ્યા પેટે ભજન કરવાની ફરજ પાડી રહ્યા છે તેવી વાતો અખબારોના પાના પર અવારનવાર ચમકતી રહે છે.

Price Hike Scheduled This Year | Car Dealer Tracker: Car Dealers Review &  Rating site | Share your Experiences here
આ પણ એક વાસ્તવિક ચિત્ર છે. તો બીજી બાજુ કોંગ્રેસ સહિતના હાલના જે વિપક્ષી નેતાઓ છે તે બીજી બધી બાબતો અંગે આવેદન પત્રો આપી સંતોષ માને છે પરંતુ મે માસમાં પેટ્રોલ-ડિઝલના ભાવો જે રીતે વધ્યા અને તેના કારણે લગભગ તમામ જીવન જરી ચીજોના ભાવમાં વધારો થયો છે અને લોકો ભાવ વધારાની ચક્કીમાં પીંસાઈ રહ્યા છે ત્યારે લગભગ મૌન જેવી સ્થિતિમાં છે. ટીવી પર આવેલી એકા’દ ડિબેટમાં ભાગ લેનારા વિપક્ષી નેતાઓ આ ભાવવધારા સામે તર્કબધ્ધ દલિલો પણ કરી શકતા નથી અને હતાશામાં ધકેલાઈ ગયા છે તે વાત તો નોંધ્યા વગર ચાલે તેવું નથી જ. ગુજરાતમાં તો સ્થાનિક ચૂંટણીઓમાં લગભગ સાફ થઈ ગયેલ કોંગ્રેસના નેતાઓ તો એટલી બધી હતાશામાં ધકેલાઈ ગયા છે કે તેમના મોઢામાંથી ભાવ વધારા સામે અવાજ પણ લોકોને ન સંભળાય તેવો ધીમો નીકળે છે. ટૂંકમાં હાલનો શાસક પક્ષ 2014 પહેલા વિપક્ષમાં હતો ત્યારે જે ઝનૂનથી મોંઘવારી સામે અવાજ ઉઠાવતાં હતાં તેવો અવાજ હાલનો વિપક્ષ બોલી પણ શકતો નથી.ભલે કોરોના કાળમાં કોઈ મોટા કાર્યક્રમો ન કરી શકાય પણ સીપીએમના શ્રમિક સંગઠનોની જેમ નાના પાયે તો કાર્યક્રમ આપી શકાય ને? પરંતુ હવે તો આમાંથી પણ હાલનો વિપક્ષ બાકાત થઈ ગયો હોય તેવું લાગે છે.હાલના વિપક્ષ વિષે સોશ્યલ મિડિયામાં એવી ટકોર પણ આવે છે કે તેને પોતાને તો કોરોનાનું ગ્રહણ નડ્યું છે અને લોકો કોરોનાની વચ્ચે ભાવવધારા સાથે જીવીને અસહ્ય ત્રાસ ભોગવી રહ્યા હોવા છતાં વિપક્ષ અસરકારક અવાજ ઉઠાવવામાં પણ નિષ્ફળ ગયો છે.