Not Set/ LRD ની પરીક્ષા આપવા જઈ રહેલ માલપુરના ઉમેદવારનું અકસ્માતમાં મોત

અમદાવાદ: આજે રાજ્યમાં લોક રક્ષક દળ (LRD) ની પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ જીવના જોખમે પણ પરિવહન કરી રહ્યા હતા. આ દરમિયાનમાં એક કરૂણ સમાચાર અરવલ્લી જિલ્લામાંથી મળી રહ્યા છે. LRD ની પરીક્ષા આપવા જઈ રહેલા માલપુરના એક ઉમેદવારનું પરીક્ષા સ્થળે પહોંચે તે અગાઉ જ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના […]

Top Stories Gujarat Others Trending
Malpur's LRD candidate died in an accident, who is going to give examination

અમદાવાદ: આજે રાજ્યમાં લોક રક્ષક દળ (LRD) ની પરીક્ષા યોજવામાં આવી હતી. પરીક્ષા આપવા માટે પરીક્ષાર્થીઓ જીવના જોખમે પણ પરિવહન કરી રહ્યા હતા. આ દરમિયાનમાં એક કરૂણ સમાચાર અરવલ્લી જિલ્લામાંથી મળી રહ્યા છે.

LRD ની પરીક્ષા આપવા જઈ રહેલા માલપુરના એક ઉમેદવારનું પરીક્ષા સ્થળે પહોંચે તે અગાઉ જ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના અરવલ્લી જિલ્લાના બાયડના સરસોલી ખાતે બન્યો હતો. એક પરીક્ષાર્થીનું બાઇક ઝાડ સાથે અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ પરીક્ષાર્થી માલપુરના મગોડી થી કપડવંજ સેન્ટર પર પરીક્ષા આપવા જતો હતો.

Malpur's LRD candidate died in an accident, who is going to give examination
mantavyanews.com

આ કરૂણ ઘટના અંગે મળતી માહિતી મુજબ આજે રવિવારે સમગ્ર રાજ્યમાં લોક રક્ષક દળની પરીક્ષા યોજવામાં આવી હતી. જેના અંતર્ગત અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મગોડી ગામનો વિપુલ ખાંટ નામનો યુવક પોતાની બાઇક લઈને એલઆરડીની પરીક્ષા આપવા માટે કપડવંજ જઈ રહ્યો હતો. ત્યારે બાયડના સરસોલી ગામ ખાતે તેનું બાઇક ઝાડ સાથે અથડાયું હતું. જ્યાં ઘટનાસ્થળે જ તેનું કરૂણ મોત નિપજ્યું હતું.

વિપુલ ખાંટનું બાઇક ઝાડ સાથે અથડાયા બાદ વિપુલના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લામાં એલઆરડીની પરીક્ષા માટે કોઈ જ કેન્દ્ર ફાળવવામાં આવ્યું નથી.