Politics/ નીતીશ સરકારમાં અડધાથી વધુ પ્રધાનો પર ગુનાહિત કેસ દાખલ….

નીતીશ સરકારમાં અડધાથી વધુ પ્રધાનો સામે ગુનાહિત કેસ દાખલ છે. છ મંત્રીઓ પર ગંભીર કેસ નોંધાયા છે.

Top Stories India
election bihar 6 નીતીશ સરકારમાં અડધાથી વધુ પ્રધાનો પર ગુનાહિત કેસ દાખલ....

નીતીશ સરકારમાં અડધાથી વધુ પ્રધાનો સામે ગુનાહિત કેસ દાખલ છે. છ મંત્રીઓ પર ગંભીર કેસ નોંધાયા છે. નવી સરકારના બહાર પાડેલા અહેવાલમાં, જણાવ્યા મુજબ  મંત્રી 13 કરોડપતિ છે. એડીઆરના અહેવાલ મુજબ નવા કેબિનેટમાં 57 ટકા મંત્રીઓ કલંકિત છે.

Coronavirus / અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઈને BAPSનો મહત્વનો નિર્ણય, આ…

જેડીયુ ક્વોટાના છ પ્રધાનો પૈકી બે મંત્રીઓ પર ગંભીર ગુનાહિત કેસ જાહેર થયા છે. ભાજપના છમાંથી ચાર પ્રધાનો પર ગુનાહિત કેસ છે, જેમાંથી બે સામે ગંભીર ફોજદારી કેસ છે. “હમ” પાર્ટીમાંથી એકમાત્ર મંત્રી બન્યા છે. તેના ઉપર ગંભીર ફોજદારી કેસ છે. અહીં, વીઆઇપીના એકમાત્ર મંત્રી સામે તેમની સામે ગંભીર ગુનાહિત કેસ છે.

dharma / મહાલક્ષ્મીને પસંદ છે લાભપંચમી પસંદ છે, તારીખ, મહત્વ, પૂજા પદ…

એડીઆરના અહેવાલમાં જણાવાયું છે કે 14 પ્રધાનોમાંથી જેડીયુના પાંચ પ્રધાન કરોડપતિ છે, જ્યારે ભાજપના ક્વોટાના છ પ્રધાનોમાંના તમામ પ્રધાન કરોડપતિ છે. હમ પાર્ટીના એકમાત્ર મંત્રી અને વીઆઇપીના એકમાત્ર મંત્રી  પણ કરોડ પતિ છે.  મંત્રીઓની સરેરાશ સંપત્તિ 3.93 કરોડ છે. આ મંત્રીમંડળમાં સૌથી વધુ સંપત્તિ ધરાવતા પ્રધાન તારાપુર વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા શિક્ષણ પ્રધાન મેવાલાલ ચૌધરી છે.

Coronavirus / સલમાન ખાનના ડ્રાઈવર અને બે સ્ટાફ મેમ્બર કોરોના પોઝિટિવ…

જે મંત્રીએ સૌથી ઓછી સંપત્તિ જાહેર કરી છે તે મકાન પ્રધાન અશોક ચૌધરી છે. જવાબદારીની દ્રષ્ટિએ કુલ આઠ મંત્રીઓએ આ જાહેરાત કરી છે. જેમાં સિમરી બખ્તિયારપુરથી લડતા વીઆઈપી ઉમેદવાર મુકેશ સાહનીની સૌથી વધુ 1.54 કરોડના દેવાદાર છે.