Not Set/ દિલ્હીમાં કોરોના સંકટને લઈ સરકારની નવી પહેલ, હોમ કવોરન્ટીન થયેલાઓને આપશે ઓક્સીજન પલ્સ

દિલ્હીમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે કેજરીવાલ સરકારે નક્કી કર્યું છે કે હોમ કવોરંટાઈન લોકોને ઓક્સિજન પલ્સ મીટર આપવામાં આવશે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે આપણે ચીન સામે ભારત-ચીન સરહદ પર અને ચીનના વાયરસ સામે બે યુદ્ધ લડી રહ્યા છીએ. આપણા 20 બહાદુર સૈનિકો પીછેહઠ કરી નથી. અમે પણ પીછેહઠ નહીં કરીએ. […]

India
3794da767ddc28c1286d705c9ad09ef0 1 દિલ્હીમાં કોરોના સંકટને લઈ સરકારની નવી પહેલ, હોમ કવોરન્ટીન થયેલાઓને આપશે ઓક્સીજન પલ્સ

દિલ્હીમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે કેજરીવાલ સરકારે નક્કી કર્યું છે કે હોમ કવોરંટાઈન લોકોને ઓક્સિજન પલ્સ મીટર આપવામાં આવશે. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે આજે આપણે ચીન સામે ભારત-ચીન સરહદ પર અને ચીનના વાયરસ સામે બે યુદ્ધ લડી રહ્યા છીએ. આપણા 20 બહાદુર સૈનિકો પીછેહઠ કરી નથી. અમે પણ પીછેહઠ નહીં કરીએ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા દિવસોમાં અમે પરીક્ષણમાં ત્રણ ગણો વધારો કર્યો છે. પહેલાં દરરોજ લગભગ 5,000  પરીક્ષણો કરવામાં આવતા હતા, હવે દરરોજ લગભગ 18,000 પરીક્ષણો કરવામાં આવે છે. જેટલા હોમ કવોરંટાઈનના કેસ હશે, દિલ્હી સરકાર હોમ કવોરંટાઈન લોકોને ઓક્સિજન પલ્સ મીટર આપવામાં આપશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો તેમને લાગે કે તેમનો ઓક્સિજનનું સ્તર ઓછું થઈ ગયું છે, તો તેઓ તરત જ હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે, તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. તે પલ્સ મીટર તમે તમારા ઘરે રાખો, સાજા થયા પછી, તેને સરકારને પરત આપવાનું રહશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમે યુદ્ધના ધોરણે કોરોના બેડની વ્યવસ્થા કરી છે. હાલમાં દિલ્હીમાં 7000 બેડ ખાલી છે. ચિંતા કરશો નહીં, અમે બેડની અછતને જરાય મંજૂરી આપીશું નહીં. છેલ્લા 10 દિવસમાં ફક્ત 900 બેડ ભરાયા હતા, જ્યારે 10 દિવસમાં 23 હજાર દર્દીઓ નવા આવ્યા હતા. નવા કેસોમાં ગંભીર કિસ્સાઓ ઓછા હોય છે, જેને હોસ્પિટલની જરૂર હોતી નથી.

સીએમ કેજરીવાલે કહ્યું કે વચ્ચે બેડની મારામારી થઇ હતી, આજે 7 હજાર બેડ  ખાલી છે. કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર કોરોનાને દૂર કરવા માટે કામ કરી રહી છે. રાજકારણ કરવાનો આ સમય નથી, જો તેઓ વચ્ચે લડશે તો કોરોના જીતશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.