New Delhi/ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 23 જાન્યુઆરીને “પરાક્રમ દીવસ” તરીકે ઉજવવાનો નિર્ણય

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ 23 જાન્યુઆરીએ “પરાક્રમ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંગે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશ આ વર્ષે સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યો છે.

Top Stories India
a 268 નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ 23 જાન્યુઆરીને "પરાક્રમ દીવસ" તરીકે ઉજવવાનો નિર્ણય

દેશના સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના જનક નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિને હવેથી સમગ્ર દેશ પરાક્રમ દિવસ તરીકે મનાવશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે નેતાજીનો જન્મદિવસ 23 જાન્યુઆરીએ “પરાક્રમ દિવસ” તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ અંગે મંત્રાલય દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દેશ આ વર્ષે સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ ઉજવવા જઈ રહ્યો છે.

નેતાજીની 125 મી જન્મજયંતિ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમે ટૂંક સમયમાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ સંબંધિત વિદ્વાન, સૈનિક અને સ્ટેટસમેન જેવા કાર્યક્રમોની જાહેરાત કરીશું. સ્વાતંત્ર્ય સેનાની સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે ગૃહ પ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સ્તરની સમિતિની રચના કરી છે.

नेताजी सुभाष चंद्र बोस की जयंती 23 जनवरी को

બીજી તરફ, સંસ્કૃતિ મંત્રાલયે પણ એક સત્તાવાર પ્રકાશન જારી કરીને જણાવ્યું છે કે આ સમિતિ આવતા વર્ષે 23 જાન્યુઆરીથી એક વર્ષ સુધી 125 મી જન્મજયંતિ વર્ષમાં યોજાનારા કાર્યક્રમો અને ઉજવણીના સમયપત્રકનો નિર્ણય લેશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો