Not Set/ અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઈને BAPSનો મહત્વનો નિર્ણય, આ તારીખ સુધી મંદિર રહેશે બંધ

શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી હરી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Ahmedabad Top Stories Gujarat Dharma & Bhakti
election bihar 5 અમદાવાદમાં વધતા કોરોનાના કેસને લઈને BAPSનો મહત્વનો નિર્ણય, આ તારીખ સુધી મંદિર રહેશે બંધ

દિવાળી પહેલા જ અમદાવાદ સહીત ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેમાયે અમદાવાદમાં કોરોના કેસ્મમાં મોટો ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર અને શહેરના તમામ સંસ્કારધામોને 30 નવેમ્બર સુધી હરી ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શાહીબાગ સ્થિત BAPS મંદિર સહિત શહેરમાં આવેલા તમામ સંસ્કારધામ આગામી ૩૦ નવેમ્બર સુધી બંધ રહેશે. અને ત્યારબાદ કોરોનાની પરિસ્થતિ જોઈ અને પછી આગામી નિર્ણય લેવામાં આવશે. અને તે અંગે જાહેરાત કરવામાં આવશે.

વધુમાં મંદિરના મહંત દ્વારા કોરોના ગાઈડ લાઈનના પાલન માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, કામ સિવાય બહાર ના જવું ઉપરાંત સરકાર અને નિયમોનું ચુસ્ત પણે પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.