શ્રદ્ધાંજલિ/ PM મોદીએ મુલાયમ સિંહ યાદવને આપી શ્રદ્ધાંજલિ,અદભૂત વ્યક્તિ હતા

સપાના આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Top Stories India
8 10 PM મોદીએ મુલાયમ સિંહ યાદવને આપી શ્રદ્ધાંજલિ,અદભૂત વ્યક્તિ હતા

સપાના આશ્રયદાતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવનું સોમવારે નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8.15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને થોડા દિવસો પહેલા યુરિનરી ઈન્ફેક્શન, બ્લડ પ્રેશરની સમસ્યા અને શ્વાસ લેવામાં તકલીફને કારણે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત સતત નાજુક હતી. તેમના નિધન વિશે માહિતી આપતા અખિલેશ યાદવે કહ્યું કે, મારા આદરણીય પિતા અને દરેકના નેતા નથી રહ્યા.આ સમાચાર સાંભળતા જ નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યું હતું.

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ હવે આ દુનિયામાં નથી રહ્યા. આજે સવારે 8થી 8.30 કલાકની વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. આપને જણાવી દઈએ કે, મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. 1 ઓક્ટોબરે તેમને આઈસીયૂમાં શિફ્ટ કરાયા હતા.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આજે (10 ઓક્ટોબર) સવારે 8:16 વાગ્યે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ બાદ 22 ઓગસ્ટના રોજ મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જો કે તેમની તબિયતમાં સુધારો થતો ન હતો અને 1 ઓક્ટોબરની રાત્રે તેમને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોની એક પેનલ સારવાર કરી રહી હતી.