National Herald case/ યંગ ઈન્ડિયન કંપનીના આટલા ટકા શેર છે સોનિયા અને રાહુલ પાસે, જાણો

નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી છે

Top Stories India
1 5 યંગ ઈન્ડિયન કંપનીના આટલા ટકા શેર છે સોનિયા અને રાહુલ પાસે, જાણો

નેશનલ હેરાલ્ડ કેસમાં મોટી કાર્યવાહી કરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઈન્ડિયાની ઓફિસને સીલ કરી દીધી છે. ગઈકાલે EDએ આ ઓફિસની સર્ચ કરી હતી, ત્યારબાદ તેને સીલ કરી દેવામાં આવી છે. યંગ ઈન્ડિયન કંપનીના 38% શેર સોનિયા ગાંધી પાસે છે અને એટલા જ શેર રાહુલ ગાંધી પાસે છે. યંગ ઈન્ડિયન એ એવી કંપની છે જેણે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ એટલે કે એજેએલને ટેકઓવર કર્યું હતું.

નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે EDએ હેરાલ્ડ હાઉસ સહિત 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ મામલામાં સોનિયા અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન, ED દ્વારા સોનિયા ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે AJLના અધિગ્રહણમાં 90 કરોડ રૂપિયાની લોનનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો નથી અને ડોટેક્સ કંપની દ્વારા આપવામાં આવેલી 1 કરોડ રૂપિયાની લોન કયા સ્વરૂપમાં લેવામાં આવી હતી. આનો જવાબ આપતાં સોનિયાએ કહ્યું કે તેમને આ બધી બાબતોની જાણ નથી, પરંતુ મોતીલાલ વોરા પાસે છે.

દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે નવી દિલ્હી જિલ્લાને એક ઇનપુટ આપ્યો હતો કે કોંગ્રેસ કાર્યાલય અને સોનિયા ગાંધીના ઘરની બહાર વિરોધ કરવા માટે કેટલાક પ્રદર્શનકારીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ શકે છે. આ ઇનપુટ મળ્યા પછી, દિલ્હી પોલીસે 10 જનપથ પર અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના કાર્યાલયની બહાર કંપની પોલીસ દળ તૈનાત કરી હતી.

EDને શંકા છે કે ડોટેક્સ કંપની દ્વારા યંગ ઈન્ડિયાને આપવામાં આવેલી 1 કરોડ રૂપિયાની લોન મની લોન્ડરિંગ દ્વારા આપવામાં આવી હતી. એક્વિઝિશનમાં યંગ ઈન્ડિયા કંપનીને AJLના 9 કરોડ શેર મળ્યા હતા. તો બીજી તરફ સોનિયા અને રાહુલ ગાંધીએ કહ્યું કે પૈસાની લેવડ-દેવડનો આખો મામલો મોતીલાલ વોરા જોતા હતા.

ઉલ્લેખનીય છે કેયંગ ઈન્ડિયાના 4 શેરધારકો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિસ હતા. તેમાંથી સોનિયા અને રાહુલનો કંપનીમાં 76 ટકા હિસ્સો હતો. નેશનલ હેરાલ્ડે કોંગ્રેસને તેની લોન ચૂકવવા માટે રૂ. 90 કરોડની લોન આપી હતી, જે બાદમાં પાર્ટીએ માફ કરી દીધી હતી.