Not Set/ T-20 Cricket / સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા દિગ્ગજ ક્રિકેટરો ટી-20માં ફરશે પરત

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. ચાહકોને ફરી એકવાર જુના ખેલાડીઓ મેદાનમાં ઉતરતા જોવાની તક મળી છે. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને દિગ્ગજ વિન્ડિઝ ક્રિકેટર બ્રાયન લારા મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ બંને સિવાય ઘણા પૂર્વ ક્રિકેટરો આવતા વર્ષે ભારતમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ માટે મેદાનમાં ઉતરશે. પૂર્વ ક્રિકેટરો […]

Top Stories Sports
cricket T-20 Cricket / સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા દિગ્ગજ ક્રિકેટરો ટી-20માં ફરશે પરત

ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર બહાર આવ્યા છે. ચાહકોને ફરી એકવાર જુના ખેલાડીઓ મેદાનમાં ઉતરતા જોવાની તક મળી છે. ભારતીય ક્રિકેટ ટીમનાં પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર અને દિગ્ગજ વિન્ડિઝ ક્રિકેટર બ્રાયન લારા મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. આ બંને સિવાય ઘણા પૂર્વ ક્રિકેટરો આવતા વર્ષે ભારતમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ માટે મેદાનમાં ઉતરશે. પૂર્વ ક્રિકેટરો વચ્ચે ટી-20 સીરીઝ એક ખાસ અનુભવ રહશે. ચાહકોને ફરી એક સાથે જુના જુના દિગ્ગજો જોવાની તક મળશે.

આ વર્લ્ડ સીરીઝ એક ટી-20 ફોર્મેટમાં હશે. તે ટૂર્નામેન્ટની એક વિશેષ સુવિધા હશે કે જેમાં નિવૃત્ત ખેલાડીઓ રમશે. ચાહકો માટે સારી વાત એ છે કે તેઓને તેમના જૂના મનપસંદ ખેલાડીઓ ફરી એકવાર રમવાની તક મળશે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝની આ ટી-20 ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને ભારત જેવા પાંચ દેશો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટમાં ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવા દેશો જોવા મળશે નહીં. ચાહકો માટે તે નિરાશાની વાત છે, પરંતુ ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ અને ભારત જેવી પાંચ મજબૂત ટીમોને કારણે આ ટૂર્નામેન્ટ રસપ્રદ બનવાની પૂરી સંભાવના છે.

ભારતમાં 2–16 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં સચિન તેંદુલકર, બ્રાયન લારા, વિરેન્દ્ર સેહવાગ, બ્રેટ લી, તિલકરત્ને દિલશાન અને જોન્ટી રોડ્સ સહિત ઘણા જાણીતા ભૂતપૂર્વ ક્રિકેટરો મેદાનમાં જુના દિવસોની યાદ તાજા કરવા ઉતરશે. તાજેતરમાં કયા સ્ટેડિયમમાં કઇ મેચ રમાશે તેની જાહેરાત કરવાની બાકી છે. બીસીસીઆઈએ તાજેતરમાં ભારતમાં આ ટૂર્નામેન્ટ યોજવાની મંજૂરી આપી છે. બીસીસીઆઈનું માનવું છે કે આ ટૂર્નામેન્ટ દ્વારા ભારતમાં ટી-20 ક્રિકેટની લોકપ્રિયતામાં વધુ વધારો થશે.

ઉલ્લેખનીય છે કે, એક એવા ક્રિકેટ દિગ્ગજો કે જેમણે પોતાના સમયમાં ક્રિકેટની દુનિયામાં પોતાનુ એક અલગ જ નામ બનાવ્યુ છે. જેમા ભારતનાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વેસ્ટ ઇન્ડિઝનાં તોફાની બેટ્સમેન બ્રાયન લારા, ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલર બ્રેટ લી અને શ્રીલંકાનાં ઓપનિંગ બેટ્સમેન રહેલા તિલકરત્ને દિલશાન જેવા દિગ્ગજો એક વાર ફરી મેદાનમાં રમતા જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.