Not Set/ ડાંગની સરિતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ, Asian Games માં કરશે દેશનું પ્રતિનિધિત્વ

આગામી તા.૧૮ ઓગષ્ટ, ૨૦૧૮ થી તા. રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી Asian Games (એશિયન ગેમ્સ)માં ગુજરાતના ડાંગ જિલ્લાની આદિવાસી યુવતી કુ.સરિતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવી છે. એશિયન ગેમ્સમાં પસંદગી પામીને સરિતાએ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. સરિતા ગાયકવાડના નાનકડાં ગામ એવા કરાડીઆંબા સહિત […]

Top Stories Gujarat Others Trending Sports
Dang's Sarita Gaikwad will be one more achievement, India's representation will be in the Asian Games

આગામી તા.૧૮ ઓગષ્ટ, ૨૦૧૮ થી તા. રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી Asian Games (એશિયન ગેમ્સ)માં ગુજરાતના ડાંગ જિલ્લાની આદિવાસી યુવતી કુ.સરિતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી કરવામાં આવી છે. એશિયન ગેમ્સમાં પસંદગી પામીને સરિતાએ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. સરિતા ગાયકવાડના નાનકડાં ગામ એવા કરાડીઆંબા સહિત ગુજરાત અને દેશભરમાંથી સરિતા ગાયકવાડને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

૪/૪૦૦ મીટર રીલેદોડમાં સરિતા ગાયકવાડ સાથે ભારતની મહિલા દોડવીરો એમ.આર.પુવમ્મા, સોનિયા વૈશ્ય, વિજયાકુમારી, વી.કે.વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી કરવામાં આવી છે. જે પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફૉર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે.

6 7 2018 Sarita Gaykwad 1 ડાંગની સરિતા ગાયકવાડની વધુ એક સિદ્ધિ, Asian Games માં કરશે દેશનું પ્રતિનિધિત્વ

૫૮મી ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત માટે બ્રોન્ઝ મૅડલ મેળવનારી ડાંગની સરિતા ગાયકવાડ આગામી તા.૯મી જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની ઘનિષ્ઠ તાલીમ માટે જઇ રહી છે. જ્યાંથી તે સીધી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરીને જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે યોજાયેલી ૫૮મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બાદ, ગત તા.૩૦મી જુન, ૨૦૧૮નાં રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઇને, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની ટીકીટ આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ડાંગની સરિતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઇ, ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.