રાજકારણી ભલે ગમે તે હોય, ગમે ત્યાંનો હોય દેશ ભલે ગમે તે હોય ચૂંટણી દરેક દેશના રાજકારણીઓને પહેલી ચિંતા પોતાની મતબેંક સાચવવાની હોય છે. બાકીની બધી બાબતો પછીના નંબરે આવે છે. મતબેંક સાચવવા માટે રાજકારણીઓ ધર્મના કાર્ડ પણ ઉતરે છે, સમાજના કાર્ડ પણ ઉતરે છે અને જ્ઞાતિ કાર્ડ પણ ઉતરે છે. લઘુમતી અને બહુમતી સમાજ એવું વિભાજન પણ રાજકારણીઓ કરી જાણે છે. તેમના માટે તો ચૂંટણીમાં મત મેળવવો એ જ માત્ર લક્ષાંક હોય છે આપણા દેશમાં તો વચનોની લહાણી એટલે કે વાયદા બજારની મોસમ છે પછી તો કોણ તું અને કોણ હું ની જેમ બધુ ભૂલી જવાનું હોય છે. બીજા બધા દેશની વાત પછી કરીશું આપણા દેશમાં તો વાયદા અને વચનો ન પાળવાની રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા છે. તેથી જ તો આપણા નેતાઓ પોતે આપેલા વચનો પાળવાની વાત આવે ત્યારે ભૂતકાળ વાળાએ ક્યાં પાળ્યું છે ? તેમ કહી પોતે હાથ ખંખેરે છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી વિસ્તારમાં ખેડૂતોને મંત્રીના પુત્ર દ્વારા કાર નીચે કચડી નાખવાના બનાવ અંગે જે રાજકીય હોબાળો થયો અને સત્તાપક્ષ દ્વારા આખા બનાવને છાવરવાનો પ્રયાસ થયો તે બાબત એવું પૂરવાર કરે છે કે તેમાંય જ્ઞાતિવાદી ગણિત ગણી મૌન રહેવાય છે, છાવરવાનો પ્રયાસ થાય છે અને સમગ્ર બનાવને વધુ પ્રમાણમાં ચગાવવાનો પ્રયાસ થાય છે પરંતુ આજે આ વાત આગળ નથી વધારવી પરંતુ જગતના જમાદાર અને વિશ્વની સૌથી જૂની લોકશાહી હોવાની છાપ છે તેવા અમેરિકાની વાત કરવી છે.
અમેરિકામાં બરાક ઓબામા સત્તાપર આવ્યા ત્યારે એક અશ્વેત રાજકારણી મેદાન મારી ગયા તેવી છાપ હતી. તેમના બાદ ટ્રમ્પ સત્તા પર આવ્યા ત્યારે તેમના દ્વારા લેવાતા અણઘડ નિર્ણયોનું રાજકારણ હતું તો સાથો સાથ તેમણે પણ અમેરિકામાં વસતા ભારતીયો અને તેમાંય ખાસ કરીને હિંદુઓના મત અંકે કરવા અમેરિકામાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ યોજ્યો હતો અને અમેરિકાની ચૂટંણી થોડા સમય પહેલા અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમ અમેરિકામાં વસતા ભારતીય નાગરિકોને આકર્ષવા માટે નો જ એક કાર્યક્રમ હતો તે નોંધવું જ પડે તેમ છે.
હવે અમેરિકી રાષ્ટ્રપતિ કે પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પને હરાવીને જાે બાઈડન સત્તાપર આવ્યા. ભારતીય મૂળના કમલા હેરિસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા બાઈડનની ટીમમાં ૨૦થી વધુ ભારતીય નાગરિકો છે જે હિંદુઓ જ છે અને તેમાંના બે તો ગુજરાતીઓ જ છે આમ સત્તા પર આવતાની સાથે જ બાઈડને સીફત પૂર્વક કે ગણતરી પૂર્વક હિંદુ કાર્ડ કે ભરાતીય કાર્ડ ઉતરી ગયા છે અને હવે આ હિંદુ કાર્ડના પોતાની અને પોતાના પક્ષની સ્થિતિ મજબૂત બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં જે અખબારી અહેવાલો આવ્યા છે તે પ્રમાણે અમેરિકામાં જાે બાઈડનની ડ્રેમોક્રેટિક પાર્ટીએ હિંદુ મતદારોને મજબૂત અને પોતાની જ મતબેંક બની રહે તે માટે પાર્ટીના હિંદુ સાંસદ ધારાસભ્ય અને એડવાઈઝર હિંદુ ડ્રેમોક્રેટિક ગઠબંધન (એચ.ડી.સી.) શરૂ કરી રહ્યા છે. અમેરિકાના આ સત્તાધારી પક્ષ દ્વારા તેનો હેતુ એવો જાહેર કરવામાં આવ્યો છે કે હિંદુહિતોની સુરક્ષા કરવા અને આ સમુદાયને પક્ષ સાથે સાંકળી રાખવાનો એક પ્રયાસ છે. એક કદમ છે પગલું છે અમેરિકાના આટલા વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું છે કે જ્યારે ત્યાંનો સત્તાધારી કે કોઈપણ પક્ષ પ્રથમ વખત હિંદુઓ સુધી પહોંચે છે ડ્રેમોક્રેટિક પાર્ટીની સૌથી મોટી શક્તિશાળી પાંખ ગણાતી ડ્રેમોક્રેટીક નેશનલ કન્વેનઅશને તેને બહાલી પણ આપી દીધી છે. આડીએનસી મુખ્યત્વે ચૂંટણીમાં ડ્રેમોક્રેટીક પાર્ટીની રણનીતિ કે વ્યૂહ સહિતના પ્રશ્નોમાં મહત્વના નિર્ણયો લેનારી સંસ્થા છે. આ સંસ્થાના સ્થાપક પૈકીના એક એવા મૂળ ભારતીય નીશીથ આચાર્ય કહે છે કે આ ગઠબંધન એ સમયની આવશ્યકતા છે. જરૂરત છે. આના માધ્યમથી અમેરિકામાં વસતા હિંદુ અમેરિકનોને એક સશક્ત મંચ મળ્યો છે. આ મંચ હિંદુઓના રાજકીય એજન્ડાને વધુ ધાર આપશે. મજબૂત બનાવશે. અન્ય હિંદુ નેતાો અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ અને મુરલી બાલાજી કહે છે કે ડ્રેમોક્રેટીક પાર્ટીએ આ સંગઠન રચ્યું છે તે હિંદુઓને હળવાશથી લઈ શકાય નહિ તે વાત હવે ડ્રેમોક્રેટીકને સારી રીતે સમજાઈ ગઈ છે.
આ અંગે અમેરિકાના અખબારોની અને પ્રચાર માધ્યમોના વિવેચકો નોંધે છે કે અમેરિકામાં ૩૩ લાખથી વધુ હિંદુ છે. ત્યાંના આંકડાશાસ્ત્રીઓની ગણતરી પ્રમાણે ચાર દાયકામાં ભારતીય નાગરિકોની વસતિ બમણી થઈ છે તો મૂળ અમરેકનોની વસતિ ૪૦ વર્ષમાં માત્ર ચાર ટકા વધી છે. આમ તો અમેરિકાની કુલ વસતિમાં માત્ર ૧ ટકાની સંખ્યાં હોવા છતાં ૬ રાજ્યોની ૧૦ બેઠકો પર નિર્ણાયક છે અને બીજી આટલી જ બેઠકો પર કિંગમેકર છે ૧૫ શહેરોની સ્થાનિક ચૂંટણીમાં નિર્ણાયક પણ છે જ્યારે બીજી વાત એ છે કે ત્યાં હિંદુ અમેરિકાનો માત્ર મતદારો જ નથી. પરંતુ ધનિક અને પ્રભાવશાળી વર્ગનમાં પણ ગણાય છે. ત્યાં વસતા મોટા ભાગના મૂળ હિંદુ કે મૂળ ભારતીય નાગરિકો માત્ર સામાન્ય મતદારો નથી. આર્થિક રીતે નબળા તો જરાય નથી. ત્યાં હિંદુઓ કમાય પણ છે અને સમાજ અને અમેરિકાના વિકાસમાં પણ પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે. રાજકીય પક્ષોનું પણ મત નહિ પણ આર્થિક યોગદાન પણ આપે છે આ અંગે અમરિકાના પ્રચાર માધ્યમોએ એવું નોંધ્યું છે કે આ સમાજે એટલે કે હિંદુઓએ એક જ રાતમાં જાે બાઈડનની ચૂંટણી માટે રૂા.૨૪ કરોડનું ફંડ એકત્ર કર્યું હતું.
જાણકારો કહે છે તે પ્રમાણે આ હિંદુ અમેરિકી દેશના સૌથી ધનિક અને પ્રતિભાશાળી પ્રવાસી જૂથો પૈકીનું એક છે અને આની એચડીસી (એટલે કે હિંદુ ડ્રેમોક્રેટીક ગઠબંધન)ની રચના અનેક પ્રકારની મોજણીની પરંપરા બાદ કરાઈ છે. તે વખતે આ મુદ્દાનો પણ ખ્યાલ રખાયો છે કે ૨૦૨૦ની ચૂંટણી સમયે પણ અમેરિકામાં વસતા હિંદુ સમુદાયના ૨૦ ટકા લોકોએ ટ્રમ્પને પણ મત આપ્યા હતા. ટુંકમાં જાે બાઈડનની પાર્ટી દ્વારા અમેરિકી હિંદુ સમુદાય પોતાની સાથે જાેડાયેલો રહે તે જ છે.
19 વર્ષે ન્યાય / રણજીત સિંહ હત્યા કેસમાં ગુરમીત રામ રહીમને આજીવન કેદની સજા