Not Set/ JNU નારેબાજી : પટિયાલા હાઉસ કોર્ટમાં ૧૯ જાન્યુઆરી સુધી ટળી સુનાવણી

નવી દિલ્હી, રાજધાની દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (JNU)મ દેશ વિરોધી નારેબાજી કરવાને મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે ૧૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, ત્યારબાદ મંગળવારે આ મામલે પટિયાલા હાઉસ કોર્ટ સુનાવણી હાથ ધરવામાં   આવનારી હતી, પરંતુ આ સુનાવણી આગામી ૧૯ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. આ મામલા પર સુનાવણી કરનારા પટિયાલા હાઉસ કોર્ટના જજના […]

Top Stories India Trending
Kanhaiya Kumar JNU JNU નારેબાજી : પટિયાલા હાઉસ કોર્ટમાં ૧૯ જાન્યુઆરી સુધી ટળી સુનાવણી

નવી દિલ્હી,

રાજધાની દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી (JNU)મ દેશ વિરોધી નારેબાજી કરવાને મામલે પોલીસ દ્વારા આરોપીઓ સામે ૧૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, ત્યારબાદ મંગળવારે આ મામલે પટિયાલા હાઉસ કોર્ટ સુનાવણી હાથ ધરવામાં   આવનારી હતી, પરંતુ આ સુનાવણી આગામી ૧૯ જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે.

આ મામલા પર સુનાવણી કરનારા પટિયાલા હાઉસ કોર્ટના જજના રજા પર જવાના કારણે આ સુનાવણી ટળી છે.

દિલ્હી પોલીસ દ્વારા JNUના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર, ઉમર ખાલિદ સહિતના કુલ ૧૦ આરોપીઓ સામે કુલ ૧૨૦૦ પાનાની ચાર્જશીટદાખલ કરવામાં આવી છે, ત્યારબાદ હવે મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટ પોતાનો ચુકાદો આપશે.

પોલીસ દ્વારા દાખલ કરાયેલી આ ચાર્જશીટમાં શહલા રશીદ તેમજ સાંસદ ડી રાજાની દિકરી અપરાજિતાનું નામ છે.

ત્રણ વર્ષ બાદ દાખલ કરાયેલી આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, JNUમાં દેશ વિરોધી નારેબાજી ૭ કાશ્મીર યુવકોએ કરી હતી. જેમાં ઉમર ખાલિદ આ તમામ આરોપીઓના સંપર્કમાં હતો અને તેને જ કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં પણ બોલાયો હતો.

દેશ વિરોધી નારેબાજી કરવાના મામલે IPCની ધારા ૧૨૪A, ૩૨૩, ૪૬૫, ૪૭૧, ૧૪૩, ૧૪૭, ૧૪૯ અને ૧૨૦B હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કનૈયા કુમાર સહિત અન્ય વિદ્યાથીઓ પર દિલ્હી સ્થિત JNUના કેમ્પસમાં સંસદના હુમલાનો દોષી અફજલ ગુરુને ફાંસી પર લટકાવવાના વિરોધમાં એક કાર્યક્રમ આયોજિત કરવાનો આરોપ છે. આ દરમિયાન તેઓ પર કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરવાનો પણ આરોપ છે.