Not Set/ ઝારખંડ : PM મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની કરાવી શરૂઆત

રાંચી, રવિવારથી દેશભરમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય માટેની સુરક્ષા યોજના “આયુષ્માન ભારત”ની શરુઆત થવા ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરાવી છે. માનવામાં આવી રહ્યું છે કે, “આયુષ્માન ભારત” યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોને મળશે અને આ યોજના દ્વારા દેશના ૫૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાશે. Prime Minister […]

Top Stories India Trending
untitled 2 1535345435 ઝારખંડ : PM મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની કરાવી શરૂઆત

રાંચી,

રવિવારથી દેશભરમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય માટેની સુરક્ષા યોજના “આયુષ્માન ભારત”ની શરુઆત થવા ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરાવી છે.

માનવામાં આવી રહ્યું છે કે, “આયુષ્માન ભારત” યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોને મળશે અને આ યોજના દ્વારા દેશના ૫૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાશે.

આ યોજનાઓ શું છે મુખ્ય હેતુ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાની એક “આયુષ્માન ભારત” યોજનાનો મુખ્ય હેતુ દેશના પ્રત્યેક પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધીનું વીમા કવચ આપવાનો છે.

default ઝારખંડ : PM મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની કરાવી શરૂઆત
national-pm-modi-launch-world bigest ayushman-bharat-scheme-jharkhand

આ યોજનામાં ૧૦.૭૪ પરિવારોના લોકોબીજી અને ત્રીજી કક્ષાની હોસ્પિટલમાં જરૂરતના હિસાબથી ભરતી થઇ શકશે અને સારવાર કરાવી શકશે.

જો કે હાલમાં “આયુષ્માન ભારત” યોજનાનું નામ બદલીને પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન કરવામાં આવ્યું છે.

આ યોજના હેઠળ સહેલાઈથી થશે સારવાર

images4 1 ઝારખંડ : PM મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની કરાવી શરૂઆત
national-pm-modi-launch-world bigest ayushman-bharat-scheme-jharkhand

 “આયુષ્માન ભારત” યોજના લાભાર્થીઓને મફતમાં સ્વાસ્થ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવશે. આ કારણે હોસ્પિટલમાં ભરતી થનારા લોકોને થતા ખર્ચમાં ઘટાડો થશે. આ ઉપરાંત કેટલીક ગંભીર બીમારીઓની સમસ્યાઓ દરમિયાન ઉભા થતા ખર્ચના જોખમમાં પણ ઘટાડો થશે.

કયા કયા લોકો ઉઠાવી શકશે આ યોજનાનો લાભ

આ યોજનાના ડાયરામાં ગરીબ, વંચિત ગ્રામીણ પરિવારો અને શહેરોમાં કામ કરતા શ્રમિક વર્ગના લોકો આવશે અને તેઓને મળનારા લાભ ઉઠાવી શકશે.

માજિક આર્થિક જાતિય જનગણના (SECC)મુજબ ગામોમાં આ પ્રકારના ૮.૦૩ કરોડ પરિવારો છે અને શહેરોમાં ૨.૩૩ પરિવાર છે. જો એક પરિવારમાં એવરેજ વ્યક્તિઓની સંખ્યા ૫ હોય છે તો આ હિસાબથી “આયુષ્માન ભારત” યોજનાઓ લાભ દેશના ૫૦ કરોડ જેટલા લોકોને મળી શકે છે.

1537249074 Ayushman Bharat Yojana Helpline ઝારખંડ : PM મોદીએ દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજનાની કરાવી શરૂઆત
national-pm-modi-launch-world bigest ayushman-bharat-scheme-jharkhand

આ યોજના માટે SECC ડેટાબેઝના આધાર પર યોજનાના લાભાર્થીઓની પ્રાપ્યતા નક્કી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામીણ ક્ષેત્રોના લોકોને D1, D2, D3, D4, D6 અને D7ના આધાર પર ઓળખ કરવામાં આવી છે, જયારે શહેરોમાં ૧૧ જરૂરી માપદંડો મુજબ નક્કી કરવામાં આવશે.

જો કે આ યોજનાના મુખ્ય સુત્રધાર એવા નીતિ આયોગના સભ્ય વી કે પોલે જણાવ્યું હતું કે, “પ્રધાનમંત્રી ૨૩ સપ્ટેમ્બરના રોજ આ યોજનાની શરૂઆત કરાવશે, પરંતુ તેની ઓપચારિક શરૂઆત ૨૫ સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જયંતીથી લાગુ કરવામાં આવશે”.