Not Set/ સિયાચીન ગ્લેશિયરમાં હિમપ્રપાત,પેટ્રોલિંગ કરી રહેલા આઠ જવાન દટાયા

સિયાચેનમાં હિમપ્રપાતને લીધે આર્મીના આઠ જવાનો બરફની નીચે દટાય ગયા હતા. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે બની હતી. હિમપ્રપાત દરમિયાન 8 જવાનોની ટીમ પેટ્રોલીંગ પર હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર જવાનોને શોધવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. સેનાનાં સૂત્રોના હવાલેથી જણાવામાં આવી રહ્યું છે કે, આશરે 18,000 ફૂટની […]

Top Stories India
siachin glecior.jpg2 સિયાચીન ગ્લેશિયરમાં હિમપ્રપાત,પેટ્રોલિંગ કરી રહેલા આઠ જવાન દટાયા

સિયાચેનમાં હિમપ્રપાતને લીધે આર્મીના આઠ જવાનો બરફની નીચે દટાય ગયા હતા. સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે બપોરે લગભગ 3 વાગ્યે બની હતી. હિમપ્રપાત દરમિયાન 8 જવાનોની ટીમ પેટ્રોલીંગ પર હતી અધિકારીઓના જણાવ્યા અનુસાર જવાનોને શોધવા માટે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.

siachin glecior.jpg3 સિયાચીન ગ્લેશિયરમાં હિમપ્રપાત,પેટ્રોલિંગ કરી રહેલા આઠ જવાન દટાયા

સેનાનાં સૂત્રોના હવાલેથી જણાવામાં આવી રહ્યું છે કે, આશરે 18,000 ફૂટની ઉંચાઇએ આવેલા હિમપ્રપાતથી સૈન્યની કેટલીક ચોકીઓનો નાશ થયો છે. સિયાચીન, વિશ્વના સૌથી ઉંચા અને સૌથી ઠંડા યુદ્ધના મેદાનનો પ્રદેશ છે અને આ ભૂમી માટે ભારત અને પાકિસ્તાને 1984 થી યુદ્ધ કરતા આવ્યા છે. ખરાબ હવામાનને કારણે બનેં દેશોએ પોતાના અનેક સૈનિકો ગુમાવ્યા છે.

siachin glecior સિયાચીન ગ્લેશિયરમાં હિમપ્રપાત,પેટ્રોલિંગ કરી રહેલા આઠ જવાન દટાયા

ફેબ્રુઆરી 2016 માં, ભારે હિમપ્રપાતને કારણે 10 જેટલા સૈનિકો બરફમાં દટાયને માર્યા ગયા હતા. લાન્સ નાઈક હનમંથાપ્પા કોપરને આશરે 25 ફૂટ બરફની નીચેથી બહાર કઢવામાં આવ્યા હતા અને તેઓ ત્યાર બાદ છ દિવસ જીવ્યા પછી દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. કોપર એવા દસ સૈનિકોમાં સામેલ હતો જેમણે સોનમ ચોકીની રક્ષા લગભગ 20,500 ફૂટની ઉંચાઇએ કરી હતી અને 3 ફેબ્રુઆરીએ બરફમાં વહી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.