Not Set/ હવે TATની પરીક્ષામાં છબરડો : પ્રશ્નપત્રમાં ભૂલના કારણે અપાશે 11 માર્કનું ગ્રેસીંગ

રાજ્યમાં માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે 28 ઓક્ટોબરના રોજ યોજાયેલી TAT ની પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ કેમેસ્ટ્રીના પેપરમાં છબરડા સામે આવ્યા છે. જેથી બોર્ડ દ્વારા 11 માર્કનું ગ્રેસીંગ જાહેર કરવામાં આવ્યું છે. બોર્ડે જે આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે આ બાબતે ખુલાસો થયો હતો. કેમેસ્ટ્રીના પેપરમાં 6 […]

Top Stories Gujarat
Government exam banner min હવે TATની પરીક્ષામાં છબરડો : પ્રશ્નપત્રમાં ભૂલના કારણે અપાશે 11 માર્કનું ગ્રેસીંગ

રાજ્યમાં માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતી માટે 28 ઓક્ટોબરના રોજ યોજાયેલી TAT ની પરીક્ષામાં પણ છબરડા થયા હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ કેમેસ્ટ્રીના પેપરમાં છબરડા સામે આવ્યા છે. જેથી બોર્ડ દ્વારા 11 માર્કનું ગ્રેસીંગ જાહેર કરવામાં આવ્યું છે.

બોર્ડે જે આન્સર કી જાહેર કરવામાં આવી ત્યારે આ બાબતે ખુલાસો થયો હતો. કેમેસ્ટ્રીના પેપરમાં 6 પ્રશ્નો એવા હતા જેમાં બે જવાબ સાચા હતા. જણાવી દઈએ કે, રાજ્યના ચાર મહાનગરોમાં 474 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 96,584 ઉમેદવારો ગુજરાતી માધ્યમના, 1174 અંગ્રેજી માધ્યમના અને 398 હિન્દી માધ્યમના હતા.

જોકે, પરીક્ષામાં હિન્દી વિષયનું પ્રશ્નપત્ર પરીક્ષા શરુ થાય એ પહેલા જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું. જેથી ગુજરાતી માધ્યમની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી.