New Delhi News : લોકસભાની ચૂંટણી 2014ના પહેલા ચરણનું મતદાન શરૂ થી ચુક્યું છે. સોશિયલ મિડીયા પર મતદાન સાથે નોટા પણ ટ્રેન્ડમાં છે. કેટલાક સોશિયલ મિડીયા યુઝર્સ કહી રહ્યા છે કે જ્યારથી નોટાનો એપ્શન મળ્યો છે ત્યારથી ભાજપ જીતી રહ્યો છે. ક્યાંક વિરોધના રૂપમાં નોટાનો ઉપયોગ ભાજપને ફાયદો તો નથી પહોંચાડી રહ્યો ને.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) નાં આંકડા મુજબ 2019 ની લોકસભા ચૂંટણીમાં 1.06 ટકા વોટ નોટાના પક્ષમાં પડ્યા હતા. જ્યારે 2018 માં છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌથી વધુ 1.98 ટકા વોટ નોટાના પક્ષમાં પડ્યા હતા. 2019 માં લક્ષદ્વીપમાં નોટા અંતર્ગત સૌથી ઓછા 100 વોટ પડ્યા હતા. જ્યારે રાજ્યોમાં નોટાના ટકા દિલ્હી અને મિઝોરમ રહ્યા હતા. બન્ને રાજ્યોમાં નોટા માટે 0.46 ટકા વોટ પડ્યા હતાજોકે છેલ્લા પાંચ વર્ષમાં લોકસભા અને વિદાનસબામાં નોટા અંતર્ગત 1.29 વોટ પડ્યા હતા. કેટલાક નિષ્ણાતો તો તેને દાત અને નખ વગરનો વઘ પણ કહે છે.
દિલ્હી યુનિવર્સિટીમાં પ્રફેસર ડો.રાજીવ રંજન ગિરેએ નોટાને વધુ પ્રભાવી ગણાવ્યો ન હતો. તેમણે કહ્યું કે વધુ સારૂ એ છે કે જે ઉમેદવારોને મતદાર નકારે છે તેમને બાદની ચૂંટણીમાં રોકવા જોઈએ. તેમનું કહેવું છે કે નોટાનો ઉપયોગ એટલો મામુલી છે કે તેનાથી કોઈ ઉમેદવારની ગાહ કે જીતનો ફેંસલો થઈ શકતો નથી. એટલું જરૂર છે કે જ્યાં કાંટાની ટક્કર છે ત્યાં તે નિર્ણાયક થઈ શકે છે.
સુપરીમ કોર્ટના સપ્ટેમ્બર 2013 માં આવેલા એક ફેંસલા બાદ ઈલેકટ્રોનિક વોટીંગ મશીન (ઈવીએમ)માં નોટાનો ઉપયોગ શરૂ કરાયો હતો. સુપરીમ કોર્ટે ચૂંટણી આયોગને નિર્દેશ કર્યો હતો કે તે બેલેટ પેપર્સ અથવા ઈવીએમમાં નોટાનું પ્રાવધાન કરે જેથી વોટર્સને કોઈને પણ વોટ ન આપવાનો હક મળી શકે. ત્યારબાદ આયોગે ઈવેમમાં નોટાનું બટનને અંતિમ વિકલ્પ કરીકે રાખ્યું હતું.
નોટાનો સૌથી પહેલો વિચાર અમેરિકાના એક નગર નિગમમાંથી આવ્યો હતો. 1976માં કેલિફોર્નિયાની સેન્ટા બાર્બરા કાઉન્ટીમાં ઓફિશિયલ ઈલેક્ટોરલ બેલેટમાં ત્યાંની મ્યુનિસિપલ ઈન્ફોર્મેશન કાઉન્ટીએ નોટાના ઉપયોગનો પ્રસ્તાવ પારિત કર્યો હતો. આપણા દેશમાં 2009માં ભારત કમિટીએ સુપ્રીમ કોર્ટમાં એવી અપીલ કરી હતી કે નોટાનો ઉપયોગ બેલેટમાં કરવા માટે સુનિશ્ચિત કરવામાં આવે. તેનાથી મતદારને એવી આઝાદી મળશે કે કે કોઈ અયોગ્ય ઉમેદવારને ન ચૂંટે. પહેલીવાર નોટાનો ઉપયોગ 2013માં ચાર રાજ્યો છત્તીસગઢ, મિઝોરમ, રાજસ્થાન અને મદ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કરાયો હતો.
આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં
આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો
આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ