Not Set/ સીરમ ઇન્સ્ટીટયુટના CEOએ સરકારને પૂછ્યું, – બધાને કોરોના રસી આપવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે ?

  દેશની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટીટયુટના સીઈઓ, આદર પૂનાવાલાએ સરકારને પૂછ્યું છે કે શું દેશના દરેકને કોરોના રસી આપવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે? તેમણે એક પડકાર ગણાવી વડા પ્રધાન કાર્યાલયને પણ ટેગ કર્યા છે. આદર પૂનાવાલાએ ટિ્‌વટ કર્યું હતું, “ઝડપી પ્રશ્ન: શું ભારત સરકાર પાસે આવતા એક વર્ષમાં 80,૦૦૦ કરોડ રૂપિયા […]

India
ad4c8c4241346f2a3c384ff400947fe0 સીરમ ઇન્સ્ટીટયુટના CEOએ સરકારને પૂછ્યું, - બધાને કોરોના રસી આપવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે ?
ad4c8c4241346f2a3c384ff400947fe0 સીરમ ઇન્સ્ટીટયુટના CEOએ સરકારને પૂછ્યું, - બધાને કોરોના રસી આપવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે ? 

દેશની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટીટયુટના સીઈઓ, આદર પૂનાવાલાએ સરકારને પૂછ્યું છે કે શું દેશના દરેકને કોરોના રસી આપવા માટે 80 હજાર કરોડ રૂપિયા છે? તેમણે એક પડકાર ગણાવી વડા પ્રધાન કાર્યાલયને પણ ટેગ કર્યા છે.

આદર પૂનાવાલાએ ટિ્‌વટ કર્યું હતું, “ઝડપી પ્રશ્ન: શું ભારત સરકાર પાસે આવતા એક વર્ષમાં 80,૦૦૦ કરોડ રૂપિયા ઉપલબ્ધ થશે?” કારણ કે આરોગ્ય મંત્રાલયને રસી ખરીદવા અને તેનું વિતરણ કરવા માટે આટલી રકમ તો જોઇશે. આ એક વધુ પડકાર છે જેનો સામનો કરવાની જરૂર છે. ”  ટ્વીટનાં અંતે પીએમઓને ટેગ  કરવામાં આવ્યા છે.

બીજા એક ટ્વીટમાં તેમણે કહ્યું કે, “મેં આ પ્રશ્ન પૂછ્યો કારણ કે અમને એક યોજના અને માર્ગદર્શિકની જરૂર છે, ભારત અને વિદેશમાં રસી ઉત્પાદકો ખરીદી અને વિતરણની બાબતમાં દેશની જરૂરિયાતોને પૂર્ણ કરશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.