બેઠક/ ભાજપની સોમવારે રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક,કિસાન આંદોલન પર રણનીતિ

પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી, ખેડૂતોનું આંદોલન અને કોવિડ -19 રોગચાળો અને અન્ય મુદ્દાઓ પર વિચાર કરી શકાય છે.

Top Stories India
jp nadda ભાજપની સોમવારે રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક,કિસાન આંદોલન પર રણનીતિ

ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની સોમવારે દિલ્હીમાં બેઠક થશે. જેમાં પાંચ રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણી, ખેડૂતોનું આંદોલન અને કોવિડ -19 રોગચાળો અને અન્ય મુદ્દાઓ પર વિચાર કરી શકાય છે.

પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકની અધ્યક્ષતા કરશે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સ્તરે સંગઠનની જવાબદારી નિભાવનારા તમામ નેતાઓ અને પક્ષના પ્રવક્તાઓ ભાગ લેશે. રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે કોરોના મહામારીને કારણે લાંબા ગાળા બાદ અને આગામી મહિને યોજાનારી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પહેલા યોજાઈ રહી છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, સોમવારે મળનારી બેઠકમાં વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીના અભિયાનની વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ત્રણ કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનું ચાલુ આંદોલન, લખીમપુર ખીરી હિંસા, સિંઘુ સરહદ પર એસસી યુવાનોની હત્યાનો પણ બેઠકમાં વિચાર કરી શકાય છે. લખીમપુર ખેરી હિંસા મામલે વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રિય મંત્રી અજય મિશ્રાના રાજીનામા માટે સત્તાધારી ભાજપ પર દબાણ કરી રહી છે. દેશમાં કોરોના સામે ચાલી રહેલા રસીકરણ અભિયાન અંગે પણ ભાજપના નેતાઓ બેઠકમાં વિચારણા કરશે