Not Set/ કંગના રનૌતની સમસ્યાઓ વધી, CM ઠાકરે માટે ‘ખોટી ભાષા’નો ઉપયોગ કરવા બદલ કેસ દાખલ

  બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે ‘ખોટી’ ભાષાના ઉપયોગના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. શહેરના વકીલની ફરિયાદના આધારે બુધવારે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, “એડવોકેટ નીતિન માનેએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે અભિનેત્રીએ મુખ્ય પ્રધાન વિરુદ્ધ ખોટી ભાષા વાપરી હતી અને તેના ફેસબુક […]

India
ac1bbd2756fe25e94fa15810226019a2 કંગના રનૌતની સમસ્યાઓ વધી, CM ઠાકરે માટે 'ખોટી ભાષા'નો ઉપયોગ કરવા બદલ કેસ દાખલ
ac1bbd2756fe25e94fa15810226019a2 કંગના રનૌતની સમસ્યાઓ વધી, CM ઠાકરે માટે 'ખોટી ભાષા'નો ઉપયોગ કરવા બદલ કેસ દાખલ 

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત સામે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે માટે ‘ખોટી’ ભાષાના ઉપયોગના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. શહેરના વકીલની ફરિયાદના આધારે બુધવારે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

તેમણે કહ્યું, “એડવોકેટ નીતિન માનેએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે અભિનેત્રીએ મુખ્ય પ્રધાન વિરુદ્ધ ખોટી ભાષા વાપરી હતી અને તેના ફેસબુક એકાઉન્ટ પર વીડિયો અપલોડ કર્યો હતો.” ઝોન સેવનના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) વી.પ્રશાંત કદમે કહ્યું કે, ‘એનસીની નોંધણી કર્યા પછી, અમે ફરિયાદીને કોર્ટમાં જવા કહ્યું છે. એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.

માનેએ જણાવ્યું હતું કે પોલીસે અભિનેત્રી વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની ના પાડી દીધા પછી, તેઓ મુખ્યમંત્રીના ‘અપમાનજનક’ મામલે તેમની સામે અવમાનના કેસ દાખલ કરવાની યોજના ધરાવે છે.

નોંધપાત્ર વાત એ છે કે મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર વિશે તાજેતરમાં કંગના દ્વારા અપાયેલા નિવેદનમાં વિવાદ ઉભો થયો છે. તેણે દાવો કર્યો હતો કે તે મુંબઈમાં અસ્વસ્થતા અનુભવે છે. આ પછી શિવસેનાના નેતા સંજય રાઉતે તેમને મુંબઈ પાછા ન આવવાનું કહ્યું હતું. રાઉતના નિવેદન પછી અભિનેત્રીએ મુંબઈની તુલના પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) સાથે કરી.

અભિનેત્રી બુધવારે તેના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશથી મુંબઇ પરત આવી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે શિવસેના સાથેના મતભેદને  કારણે મહારાષ્ટ્ર સરકાર તેમને નિશાન બનાવી રહી છે. શિવસેના  શાષિત બીએમસીએ બુધવારે અભિનેત્રીના બાંદ્રા સ્થિત બંગલામાં કેટલાક ગેરકાયદે બાંધકામો તોડી નાખ્યા હતા. જોકે, બોમ્બે હાઈકોર્ટે બાદમાં આ પ્રક્રિયા પર સ્ટે મુકવાનો આદેશ આપ્યો હતો.

આ પછી કંગનાએ શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને સંબોધિત કરતો એક વિડીયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ  એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ‘ઉદ્ધવ ઠાકરે, તે ફિલ્મ માફિયા સાથે મળીને મારૂ ઘર તોડ્યું છે. અને બહુ મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટી ગયું છે, કાલે તારું ઘમંડ તૂટી જશે, આ સમયનું ચક્ર છે, યાદ રાખજો, સમય હંમેશાં સરખો નથી રહેતો. ‘ તેમણે વીડિયોમાં કહ્યું, ‘… ઉદ્ધવ ઠાકરે યે ક્રૂરતા, યે આતંક જે મારી સાથે થયું સારું થયું. તેના પણ કોઈ અર્થ છે.’

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.