Not Set/ પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના અધ્યક્ષ બન્યા, કહ્યું – પડકારજનક પણ મજા આવશે…

  બોલિવૂડની અનેક ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર અને ગુજરાત ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલની ગુરુવારે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી) ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેશ રાવલની આ નિમણૂક કરી હતી. એનએસડીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા અભિનેતા પરેશ રાવલે જણાવ્યુ હતું કે, આ કાર્ય પડકારજનક છે પણ સાથે  મનોરંજક પણ […]

Uncategorized
3bbffe78e5b838884f5b9eb53064b768 પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના અધ્યક્ષ બન્યા, કહ્યું - પડકારજનક પણ મજા આવશે...
 

બોલિવૂડની અનેક ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર અને ગુજરાત ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલની ગુરુવારે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (એનએસડી) ના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પરેશ રાવલની આ નિમણૂક કરી હતી.

એનએસડીના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયેલા અભિનેતા પરેશ રાવલે જણાવ્યુ હતું કે, આ કાર્ય પડકારજનક છે પણ સાથે  મનોરંજક પણ  હશે. કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલે પણ અભિનેતાને આપવામાં આવેલી નવી જવાબદારી અંગે માહિતી આપી હતી. તેમણે રાવલને અભિનંદન આપતાં લખ્યું કે, ‘જાણીતા કલાકાર પરેશ રાવલજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનએસડીના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દેશના કલાકારો અને વિદ્યાર્થીઓને તેમની પ્રતિભાનો લાભ મળશે.  હાર્દિક અભિનંદન. ‘

પરેશ રાવલને ત્રીસ વર્ષની ફિલ્મી કરિયરમાં ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ 1994 માં તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત ભૂતપૂર્વ સાંસદ પરેશ રાવલને 2014 માં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ફાળો આપવા બદલ પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો હતો.

તમને જણાવી દઈએ કે રાવલે વર્ષ 1984 માં તેની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે હોળી નામની ફિલ્મમાં સહાયક ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ, 1986 માં તેણે નામ નામની ફિલ્મમાં પણ કામ કર્યું. રાવલ 1980 થી 1990 ની વચ્ચેની અનેક ફિલ્મોમાં વિલન તરીકે દેખાયા હતા. તે જ સમયે, રાવલે કોમેડી ફિલ્મ હેરાફેરીમાં બાબુરાવના પાત્રની સાથે લોકપ્રિયતા પણ મેળવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.