Not Set/ બોલીવૂડ/ ડાન્સ શોમાં રડી પડી દીપિકા પાદુકોણ, કન્ટેસ્ટન્ટને આપ્યું ટ્રીબ્યુટ

દીપિકા પાદુકોણ આજકાલ તેની આગામી ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. છપાક એસિડ એટેક સર્વાઇવરની સ્ટોરી છે. ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસી મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. દીપિકા ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ રિયાલિટી શો ડાન્સ + માં પહોંચી હતી. જ્યાં સ્પર્ધકોએ તેમના માટે સ્પેશ્યલ એક્ટ પરફોર્મ કર્યું હતું. આ ડાન્સ જોયા બાદ દીપિકા રડવા લાગી હતી. […]

Uncategorized
maya a 3 બોલીવૂડ/ ડાન્સ શોમાં રડી પડી દીપિકા પાદુકોણ, કન્ટેસ્ટન્ટને આપ્યું ટ્રીબ્યુટ

દીપિકા પાદુકોણ આજકાલ તેની આગામી ફિલ્મ છપાકના પ્રમોશનમાં વ્યસ્ત છે. છપાક એસિડ એટેક સર્વાઇવરની સ્ટોરી છે. ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસી મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. દીપિકા ફિલ્મના પ્રમોશન માટે ડાન્સ રિયાલિટી શો ડાન્સ + માં પહોંચી હતી. જ્યાં સ્પર્ધકોએ તેમના માટે સ્પેશ્યલ એક્ટ પરફોર્મ કર્યું હતું. આ ડાન્સ જોયા બાદ દીપિકા રડવા લાગી હતી. દીપિકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દીપિકાના ગીતો પર સ્પર્ધકોએ વિવિધ સ્ટાઇલમાં ડાન્સ કર્યો. જેને જોઇને તે પોતાને રોકી ન શકી અને રડવા લાગી. જે પછી દીપિકાને શોના જજ રેમો ડીસુઝાએ સંભાળી હતી.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે રડ્યા પછી દીપિકા વીડિયોમાં કહે છે- હું ઘણા ડાન્સ શોમાં ગઈ છું પણ આજે જે હું અનુભવું છું તે શબ્દોમાં કહી શકતી નથી. માત્ર તમારા બધાનો  આભાર માનવા માંગું છું.

‘છપાક’ ની વાત કરીએ તો તે 10 જાન્યુઆરી 2020 ના રોજ રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મનું દિગ્દર્શન મેઘના ગુલઝાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સાથે દીપિકાએ નિર્માતા તરીકે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.